ગોધરાના રાજય અનામત પોલીસ દળ (જછઙ) જુથ-5માં ઈંૠઙ કપ ટુર્નામેન્ટનુ સમાપન

–ટુર્નામેન્ટની ફાઈનલમાં પંચમહાલ પોલીસે દાહોદ કલેકટરની ટીમ સામે વિજય મેળવ્યો

ગોધરા શહેરના રાજય અનામત પોલીસ દળ (જછઙ)જુથ-5ના મેદાન પર આયોજિત ઈંૠઙ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો રોમાંચક અંત આવ્યો હતો.

પંચમહાલ, દાહોદ, મહિસાગર જિલ્લા પોલીસે સાથે દાહોદ કલેકટરની ટીમ એમ કુલ પાંચ ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લઈને ખેલોત્સવને યાદગાર બનાવ્યો હતો. આ ટુર્નામેન્ટનો 5 નવેમ્બરથી પ્રારંભ થયો હતો. જેમાં દરેક ટીમોએ લીઞ રાઉન્ડમાં 4 મુકાબલા રમ્યા હતા. અને ખેલાડીઓને ઉત્તમ ખેલભાવનાનો પરીચય આપ્યો હતો. વહીવટી તંત્ર અને કાયદા વ્યવસ્થાની વિવિધ શાખાઓ વચ્ચે સંકલન, સોૈહાર્દ અને ખેલદિલી વધે તે હેતુથી ગોધરા રેન્જના ઈંૠઙ રાજેન્દ્ર અસારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સફળતાપુર્વક પુર્ણ થયુ હતુ. 23 નવેમ્બરે ટુર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો યોજાયો હતો. જેમાં પંચમહાલ પોલીસની ટીમ અને દાહોદ જિલ્લા કલેકટરની ટીમ આમને-સામને આવી હતી. જેમાં પંચમહાલ પોલીસની ટીમે 64 રનથી જવલંત વિજય મેળવ્યો હતો. ફાઈનલ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ તથા પોલીસ કર્મીઓએ ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યુ હતુ. ટુર્નામેન્ટ દરમિયાન જછઙ જુથ-5ના અધિકારીઓ, ગોધરા રેન્જ પોલીસ તેમજ વહીવટી તંત્રની ટીમોએ આયોજન અને વ્યવસ્થાપનમાં મહત્વની ભુમિકા ભજવી હતી. ઈંૠઙ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ એક ખેલોત્સવ સાથે સાથે તંત્રો વચ્ચેના મૈત્રીપુર્ણ સંબંધોનુ પ્રતિબિંબ બની રહ્યો હતો.