શહેરા તાલુકાના જુના વલ્લભપુરથી નવી વાડી સુધીનો રસ્તો 7 વર્ષથી બિસ્માર

શહેરાથી 25 કિ.મી.દુર પશ્ર્ચિમમાં આવેલુ છેવાડાના જુના વલ્લભપુર ગામે જવાનો માર્ગ નવીવાડી ગામથી બદથી બદતર હાલતમાં છે. 7 વર્ષથી નવીન માર્ગ બનવાની રાહ જોઈ રહ્યુ છે.જુના વલ્લભપુર ગામ વહીવી મંજુરી ન મળતા ટેન્ડર પ્રક્રિયાની ઘોંચમાં છે. ત્યારે શહેરા તાલુકાના જુના વલ્લભપુર ગામ તાલુકાનુ છેવાડાનુ ગામ કહી શકાય ત્યારબાદ મહિસાગર નદી આવી જાય છે. છેલ્લા 7 વર્ષથી નવીવાડી ગામથી જુના વલ્લભપુર ગામે જવુ હોય તો માર્ગો પર પડેલા મોટા મોટા ખાડાઓના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં મુશ્કેલી પડીરહી છે. જેના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉલ્લેખનિય છે કે, માર્ગોની આવી પરિસ્થિતિ ત્યાં આવેલી ગ્રેનાઈટ પથ્થરના લીઝોના કારણે છે. પરંતુ એમ પણ કહી શકાય કે, ત્યાં વસતા લોકો ખેતી પર નિર્ભર છે. પણ ગ્રેનાઈટ લીઝોના કારણે ત્યાંનો સ્થાનિક રોજગારી મેળવતો હોય છે. બિન સત્તાવારરીતે જાણવા મળ્યા મુજબ ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થઈ ગઈ છે. વહીવટી મંજુરીમળે ત્યારબાદ ટેન્ડર ખોલવામાં આવશે. અને પછી તરત જ નવીન માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલ તો ગામમાં આવન-જાવન માટે અન્ય એક ફેરો પડતો હોય સત્વરે કાર્ય ચાલુ થાય એવુ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.