કાલોલની શાંતિનિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી નારણભાઇ એમ. પટેલ દ્વારા કાલોલના એડી ચીફ જયુ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી ફરિયાદ નોંધાવી છે. જેમાં કાલોલ સ્થિત કેનેરા બેંક મેનેજર દ્વારા પીટીઆરની નકલ મેળવ્યા વગર બની બેઠેલા ટ્રસ્ટીઓ ના બોગસ ઠરાવો આધારે ટ્રસ્ટનું ખાતુ ખોલી નાખ્યું છે. મેનેજીંગ ટ્રસ્ટી ફરજીયાત અને બીજા બે ટ્રસ્ટીની સહીઓ થી લેવડદેવડ થાય તેવી ટ્રસ્ટના બંધારણમાં નિયમ હોવા છતાં પણ ટ્રસ્ટડીડ અને પીટીઆર જોયા વિના કેવાયસીના નિયમોનું ઉલ્લંઘન બીજા આરોપીઓના મેળાપીપણામાં કરી કરાવી ખાતા ખોલ્યા છે અને અનઅધિકૃત ટ્રસ્ટીઓની સહીથી આ ખાતા હાલ પણ ચાલુ રાખ્યા છે. આ બાબતની જાણકારી મેનેજરને હોવા છતાં પણ પીટીઆર પરના ટ્રસ્ટીઓના ઠરાવો અને અરજીને અવગણી આ ખાતા ચાલુ રાખ્યા છે. આમ, કરીને બેન્ક મેનેજર દ્વારા બેંકિંગ એક્ટનો ભંગ કર્યો છે. જેથી કેનેરા બેંક કાલોલના માજી મેનેજર અને હાલના મેનેજર તેમજ બે ટ્રસ્ટીઓ સહિત કુલ 11 સામે કાલોલ કોર્ટમાં ફરીયાદ નોંધાવેલ છે. જે ક્રિમીનલ ઇન્કવાયરી નંબર 63/2025 થી નોંધાયેલ છે. આજ બાબતે આવાજ કારણોસર કાલોલ કોર્ટ મા ક્રિમીનલ ઇન્કવાયરી નંબર 64/2025 થી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા કાલોલ સામે પણ નોંધાયેલ છે.