કાલોલ શહેરમાં આગામી દિવસોમાં આવતા ગોૈરીવ્રતના દિવસોમાં શહેરની ઉદ્યાન વિનાની સ્થિતિએ પાલિકાના વહીવટદારોની બેદરકારી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
કાલોલ શહેરમાં ગાયત્રી મંદિર પાસે શહેરનો એકમાત્ર જુના ઉદ્યાનમાં વર્ષ-૨૦૨૪ ના ચોમાસામાં ભારે વરસાદથી ઉદ્યાનની સુરક્ષા દિવાલ ધરાશાઈ થઈ ગઈ હતી. જે બાદ પાછલા બે વર્ષથી નાનકડું ઉદ્યાન લગભગ વેરાન બની ગયુ છે. જેની બી વર્ષ સુધી પાલિકા દ્વારા કોઈ દરકાર કે મરામત કરાઈ નથી. જોકે ગત વર્ષે પાલિકા દ્વારા ગાયત્રી મંદિર સ્થિત જુના ઉદ્યાન અને સ્મશાનભુમિ સ્થિત અન્ય એક ઉદ્યાન મળીને જુના ઉદ્યાનમાં કમ્પાઉન્ડ વોલ, લેન્ડ લેવલિંગ, શોૈચાલય, જીમ પ્રસાધનો, અને બાળકોની રમત માટેના પ્રસાધનો વિકસાવવા સહિતના .૯૮ લાખની ગ્રાન્ટ ફાળવણી કરાઈ હતી. જે અંગે પાલિકાની તાંત્રિક પ્રક્રિયાને આધારે ગત ડિસેમ્બરમાં શિવ ક્ધસ્ટ્રકશન એજન્સીને વર્કઓર્ડર આપી દેતા એજન્સીએ કામગીરી શ કરી હતી. જેમાં ગાયત્રી મંદિર સ્થિત જુના ઉદ્યાનમાં કમ્પાઉન્ડ વોલના પુન:નિર્માણ સાથે કામગીરી હાથ ધર્યા પછી રિનોવેશનની કામગીરી અટકી પડી હતી. જે અંગે એજન્સીના જણાવ્યા મુજબ ૪૦ થી ૫૦ ટકા કામગીરી પુર્ણ કર્યા પછી ધારાધોરણ અનુસાર ૨૦ ટકા કામગીરીના બિલો પાલિકાને આપેલા છે. પરંતુ ગ્રાન્ટના અભાવે પેમેન્ટ નહિ થતાં છેલ્લા ૬ મહિનાથી કામગીરી ટલ્લે ચઢી છે. જયારે આ બાબતે પાલિકાના ચીફ ઓફિસરે પણ ગ્રાન્ટના અભાવે એજન્સીનેનાણાં નહિ ચુકવ્યા હોવાની પૃષ્ટિ કરી છે. ત્યારે આગામી તા.૨૧ જુલાઈથી શ થતાં ગોૈરીવ્રતના તહેવારો દરમિયાન નગરની બાલિકાઓ કયાં ફરવા જશે…તે કોયડો બન્યો છે.