જાંબુધોડાના કણજીયાણી પંચાયતના તલાટી અર્જુન મેધવાલને બોગસ લગ્ન સર્ટીફિકેટ મામલે તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરાયો

જીલ્લા વિકાસ અધિકારીની સુચનાની તપાસ ટીમની રચના કરાઈ.

જાંબુધોડા તાલુકાના કણજીયા ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ તલાટી એ.કે.મેધવાલ દ્વારા બોગસ લગ્ન સર્ટીફિકેટ આપવામાં આવ્યા હોવાના ધટસ્ફોટ થતાં પંચમહાલ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તલટાીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સાથે બોગસ લગ્ન સર્ટીફિકેટ આપાવના મામલે જાંબુધોડા તાલુકા પંચાયતની એક ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ મામલે તપાસ કરી ડી.ડી.ઓ.ને અહેવાલ રજુ કરશે.

સરદાર પટેલ ગૃપના લાલજી પટેલ દ્વારા પંચમહાલ જીલ્લાના કણજીયાણી ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ તલાટી દ્વારા બોગસ લગ્ન સર્ટીફિકેટ આપવામાં આવ્યા હોવાના તેમજ વર્ષ-2025 બોગસ લગ્ન સર્ટીફિકેટ આપી તલાટી દ્વારા રૂા.50 લાખ મેળવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા. કણજીયાણી ગ્રામ પંચાયતના ઈન્ચાર્જ તલાટી કમ મંત્રી એ.કે.મેધવાલ દ્વારા બોગસ લગ્ન સર્ટીફિકેટ આપવાના ધટસ્ફોટ સાથે પંચમહાલ જીલ્લા પંચાયતના જીલ્લા વિકાસ અધિકારી તાત્કાલીક અસરથી તલાટી અર્જુન મેધવાલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જીલ્લા વિકાસ અધિકારીની સુચના બાદ આ બોગસ લગ્ન સર્ટીફિકેટ મામલે તપાસ માટે જાંબુધોડા તાલુકા પંચાયતની એક ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા વર્ષ-2025 દરમિયાન તલાટી કમ મંત્રી અર્જુન મેધવાલ ચાર્જ રહેલી ચાર ગ્રામ પંચાયતમાં થયેલ લગ્ન નોંધણી અંગે તપાસ કરવામાં આવશે. તપાસમાં લગ્ન નોંધણીમાં નિયમ અનુસાર અને સાચા દસ્તાવેજો મેળવવામાં આવ્યા છે. તેની તપાસ કરવામં આવશે અને તપાસ ટીમ અર્જુન મેધવાલની ચાર્જવાળી ગ્રામ પંચાયતોની તપાસ કરી રિપોર્ટ જીલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવશે. બોગસ લગ્ન નોેંધણીના મામલે કણજીયાણી પચાયતના સરપંચના પતિ દ્વારા જણાવ્યું કે, કણજીયાણી ગ્રામ પંચાયતના તલાટી દ્વારા આપવામાં આવેલ લગ્ન સર્ટીફિકેટના લગ્નનું સ્થળ રામજી ંમંદિર કણજીયાણી દર્શાવેલ છે. તેવું કોઈ મંદિર ગામમાં નહિ હોવાનું દાવો કર્યા છે. ત્યારે હવે જોવાનું રહે કે, તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરેલ તલાટી અર્જુન મેધવાલની બોગસ લગ્ન સર્ટીફિકેટની તપાસ માટે રચાયેલ ટીમના રિપોર્ટ બાદ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે.