દે.બારીયા શહેરમાં રેતીની ટર્બો ટ્રકો ઓફિસના સમયે રીતસરની ક્રોનવાય સાથે પસાર કરાઈ રહી છે ???

દે.બારીયા શહેરની આસપાસના પંથકની જીવાદોરી સમાન પાનમ નદી શહેરના દક્ષિણ થી પસાર થતી અને પંચમહાલ અને દાહોદ જીલ્લાની મોટામાં મોટી નદીઓમાં ગણના થાય છે. આ નદીને જીવંત રાખી શું તો આપણા પંથકમાં પીવાના પાણીની સમસ્યા નહી સર્જાય તે આપ સૌને હદયથી માનવી જ રહી નહી તો “કયો પસ્તાએ જબ ચીડીયા ચુંગ ગઈ ખેત ” ગેરકાનૂની ખનન મોટા પ્રમાણે થાય છે. આના ઉપર પ્રતિબંધ જો નહી મુકવામાં આવે તો આવતા કારમાં ઉનાળામાં ખાસ કરી પંથકના જે પાનમના તટ ઉપર છે. ત્યાં અને શહેરીજનોને હાલમાં એક દિવસના આંતરે પાણી પુરવઠો મળે છે તે ત્રણ-ચાર દિવસે થાય તો નવાઈ નહી જેથી જીલ્લાના વહિવટી અધિકારીઓ ખાણ અને ખનિજ વિભાગના કામે લગાડે ડ્રોનથી નિગરાની કરીને ગેરકાનૂની સાથે લીગલી ખાણોમાં માપદંડના ઉલ્લંધન કરીને ગુજરાતનું ખનિજ રીતસર લુંટવામા આવે છે. વહેલી સવારથી રાતમાં પણ ખનન થાય છે અને જે વહેલી સવારે રેતી ખનન કરીને ટર્બો દ્વારા જેમાં 60,70 ટન રેતી ભરીને આઠ-દશ ટ્રકોની ક્રોનવાયમાં એક ટ્રક દીઠ પાંચ સોનો હપ્તો વસુલીને શહેર માંંથી શાળા કોલેજના સમયે પસાર કરવા પાછળ એકજ હેતુ આ ઓફિસના સમયે તપાસ અધિકાીઓ પોતાના ફરજ ઉપર ધ્યાન આપે અને આવા સમયે રેતીની ટ્રકો પસાર કરવા પાછળ સોચી સમજી સાજીસ અને મેળાપીણાથી ગોરખધંધો ચલાવવામાં આવે છે. તેવું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે. જો શાળા કોલેજના સમયે કોઈ મોટી દુર્ધટના સર્જાય અને સ્કુલની વિદ્યાર્થીની આકસ્મિક મોટા ટર્બો જે માતેલા સાંઢના સ્વરૂપે કચડી નાખે તેવો સંભાવના રહેલી છે. આમાં બાહોશ પોલીસ પણ આંખ આડા કાન કરે છે. ખનિજ વિભાગને મલાઈ મળી જાય છે. એટલે તમામને થોડું થોડું પ્રસાદ મળી જાય છે. જેથી વાડ ચીભડા ગળતી હોય તો માળીનો શું ? વાંક પીવાના પાણીનો સંકટ આવે તેના પહેલા પ્રતિબંંધ જાહેર કરવા રહ્યા નહિ તો સમય વિત્તા વાર નહી લાગે.