મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવત અને જીલ્લા ક્ષય અધિકારી ડો.આર.ડી.પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. તુષાર ભાભોરના માર્ગદર્શન હેઠળ “રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ” અંતર્ગત “100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ” અભિયાન દરમિયાન પોર્ટલ ડ-છફુ દ્વારા જુદી-જુદી કેટેગરીના કુલ-185 લાભાર્થીના X-Ray પાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન HEIGHT, WEIGHT, HIV, RBS Screening etc…… કરવામાં આવ્યું. આ કાર્યક્રમને ગામડી પ્રા.આ. કેન્દ્ર ના મેડિકલ ઓફિસર, તાલુકા ટીબી સુપરવાઈઝર, લેબ ટેક, ફાર્માસિસ્ટ અને ાવભ મેલ સુપરવાઈઝર, ફી મેલ સુપરવાઇઝર, CHO, MPHW આશાબેનો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો. તેમજ લાભાર્થીને ટીબીના રોગના લક્ષણો તેમાં રાખવાની થતી કાળજી અને સમયસર નિદાન કરાવવા માટે સમજાવામાં આવ્યું હતું.
જન-જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન…