અમદાવાદથી સોમનાથ મંદિર સુધી, ‘હર-હર મહાદેવ’ના નાદથી ગૂંજી ઉઠ્યા શિવાલયો

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સમગ્ર રાજ્યમાં ભક્તિમય માહોલ જાવા મળ્યો હતો. વહેલી સવારથી જ શિવાલયોમાં ભગવાન શિવના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જાવા મળી હતી. અમદાવાદ અને પ્રથમ જ્યોતિ‹લગ સોમનાથ મહાદેવના દર્શન માટે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સોમનાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જાવા મળતાં સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શ્રાવણના પ્રથમ સોમવારે મહાદેવની પાલખી યાત્રા પણ યોજાઈ હતી, જેમાં ભક્તોએ શ્રદ્ધાભેર ભાગ લીધો હતો. ભગવાન શિવના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. ત્યારે પ્રકૃતિના અનોખા સંગમનું પ્રતિક ગણાતા ભરૂચના કાવી-કંબોઈમાં આવેલા સ્તંભેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જામી છે. સમુદ્રકિનારે આવેલા આ મંદિરમાં દરિયાની ભરતી વધતાં મંદિરનું શિવલિંગ થોડા સમય માટે દરિયાના પાણીમાં સમાઈ જાય છે. અને પછી દરિયાનું પાણી ઓસરતા શિવલિંગ ફરીથી ભક્તોને દર્શન આપે છે. જેથી ભગવાન શિવના આ સ્વયંભૂ સ્વરૂપને ભક્તો શ્રદ્ધાપૂર્વક સ્તંભેશ્વર મહાદેવ તરીકે પૂજે છે. ખાસ કરીને મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે આવે છે. આસ્થા, પ્રકૃતિ અને ભÂક્તનો અનોખો સંગમ ધરાવતું સ્તંભેશ્વર મહાદેવ મંદિર આજે પણ ભક્તોની આસ્થાનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે.

પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જૂનાગઢના ભવનાથ તળેટીમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી રહી છે. ભગવાન ભોળાનાથના દર્શન માટે વહેલી સવારથી ભક્તોની લાંબી લાઈન લાગી છે.માત્ર ભવનાથ તળેટી જ નહીં પરંતુ વિવિધ શિવ મંદિરોમાં ભક્તો ભગવાન શિવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં માટે પહોંચી રહ્યાં છે. દૂર-દૂરથી આવેલા ભક્તોએ ભગવાન શિવના દર્શન કરીને જળાભિષેક અને પૂજા-અર્ચના કરી. અમદાવાદના શિવાલયો પણ ‘હર હર મહાદેવ’ અને ‘ૐ નમઃ શિવાય’ ના નાદથી ગુંજી ઉઠ્યા છે. ખાસ કરીને આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી નાના-મોટા તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી છે. ત્યારે બોડકદેવ વિસ્તારમાં આવેલા પરમેશ્વર મહાદેવ,નિર્ણયનગર ખાતે રામેશ્વર મંદિરમાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું…આજે મહાદેવનો ફૂલો અને વિશેષ વસ્તુઓથી શણગાર કરવામાં આવ્યો છે. ભક્તોએ મહાદેવની પૂજા-અર્ચના અને દર્શન કરીને ધન્યતા અનુભવી.

શ્રાવણના પ્રથમ સોમવારે શીલજના નીલકંઠ મહાદેવ મંદિરમાં અનોખા રુદ્રાક્ષના શિવલિંગના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. મંદિર પરિસરમાં ૧૧ ફૂટ ઊંચું અને ૫૧ હજાર રુદ્રાક્ષથી તૈયાર કરાયેલું ભવ્ય શિવલિંગ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. ‘હર હર મહાદેવ’ના જયઘોષથી સમગ્ર શિવાલય ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક રુદ્રાક્ષના શિવલિંગના દર્શન કરી ભગવાન મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા.નવનાથની નગરી વડોદરામાં અનેક મંદિરોમાં પાંચ પ્રહરની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા યવતેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને પૂજા માટે ઉમટી પડ્યા હતા. ભક્તો દ્વારા ભગવાન શિવને દૂધ, જળ, શેરડીનો રસ અને મધથી અભિષેક કરવામાં આવ્યો હતો, જ્યારે બિલીપત્ર અર્પણ કરી શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી.