
ડીસીપી રાજદીપસિંહ નકુમને લઈને ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલા સુઓ મોટો કેસ વચ્ચે ભાજપના નેતા મુકેશ ગુજરાતી દ્વારા હાઈકોર્ટના જજ અંગે સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ટિપ્પણીનો વિવાદ વકર્યો છે. મુકેશ ગુજરાતીની પોસ્ટ સામે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના વકીલોએ વિરોધ નોંધાવ્યો છે. એસોસિએશનની તાકીદની બેઠકમાં ભાજપ નેતાની ટિપ્પણીને વખોડી કાઢવામાં આવી હતી. સાથે જ મુકેશ ગુજરાતીને ભાજપના પદ પરથી દૂર કરવા માટે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરતમાં ડીસીપી રાજદીપસિંહ નકુમ સામેની કાર્યવાહી મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી પર સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસે પોલીસ અધિકારી સામેની તપાસને લઈને કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટની કાર્યવાહી બાદ ગુજરાત ભાજપ પ્રદેશ બુથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. તેમાં તેમણે જજને લઈને ચૂંટણી લડવા અને જનતાની ઈચ્છા જાણવા અંગે ટિપ્પણી કરી હતી. આ પોસ્ટ સામે આવતા કાનૂની ક્ષેત્રમાં વિરોધ શરૂ થયો હતો અને વકીલ એસોસિએશને મામલાને ગંભીરતાથી લીધો હતો.
મુકેશ ગુજરાતીની ટિપ્પણીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં તેમના નિવેદનની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી. એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાએ જણાવ્યું હતું કે આ મુદ્દો કોઈ એક જજ પૂરતો મર્યાદિત નથી, પરંતુ કોર્ટની ગરિમા અને ન્યાયતંત્રની સ્વતંત્રતા સાથે જાડાયેલો છે. તેમણે જણાવ્યું કે મુકેશ ગુજરાતીને ભાજપના સંગઠનાત્મક પદ પરથી દૂર કરવા માટે પક્ષના રાષ્ટÙીય અધ્યક્ષ નીતિન નવીન સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
યતીન ઓઝાના જણાવ્યા પ્રમાણે એસોસિએશન તરફથી ભાજપના રાષ્ટÙીય અધ્યક્ષને આ મામલે રજૂઆત કરવામાં આવશે. બેઠકમાં હાજર મોટાભાગના વકીલોએ આ નિર્ણયને સમર્થન આપ્યું હોવાનું જણાવાયું છે. તેમણે મુકેશ ગુજરાતીની લાયકાત અંગે પણ આકરી ટિપ્પણી કરી હતી. જાકે, આવી વ્યક્તિગત ટિપ્પણીઓ અંગે અહીં કોઈ સ્વતંત્ર મૂલ્યાંકન કરવામાં આવતું નથી એડવોકેટ એસોસિએશને ડીસીપી રાજદીપસિંહ નકુમ સામે ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવેલી સુઓ મોટો અરજીમાં ઇન્ટરવેન્શન અરજી દાખલ કરવાનો પણ નિર્ણય લીધો છે. આ કેસમાં પોલીસ અધિકારી સામેની તપાસ અને તેમની ફરજ અંગે કોર્ટમાં થયેલી અગાઉની સુનાવણી મહત્વપૂર્ણ બની હતી.ડીસીપી રાજદીપસિંહ નકુમ પર આરોપીઓને જાહેરમાં માર મારવાના મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો કાર્યવાહી શરૂ થઈ હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ તરફથી કોર્ટને તપાસ અંગે માહિતી આપવામાં આવી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન ન કરનાર પોલીસ અધિકારીને એ જ હોદ્દા પર રાખીને તપાસ કરવાના મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. કોર્ટ તરફથી અધિકારીની બદલી અંગે સૂચન કરવામાં આવ્યું હતું. આ ટિપ્પણી બાદ જ ભાજપ નેતા મુકેશ ગુજરાતીએ સોશિયલ મીડિયા પર હાઈકોર્ટના જજ અંગે પોસ્ટ કરી હોવાનો આક્ષેપ છે.