ગુજરાતમાં આગામી ૭ દિવસ વરસાદની આગાહી, ૨૪થી ૨૮ ઓગસ્ટે ભારે વરસાદની શક્યતા

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે મહત્વની આગાહી કરી છે. રાજ્યમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્‌યુલેશન, સિયર ઝોન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાથી આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ છોટા ઉદેપુર, વલસાડ, ડાંગ, દમણ, તાપી અને નવસારીમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા અને નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.અમદાવાદ શહેર ગાઈડ

બીજી તરફ સૌરાષ્ટÙ-કચ્છમાં વરસાદનું પ્રમાણ તુલનાત્મક રીતે ઓછું રહેવાની આગાહી છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ વરસાદ ૧૯ ટકા વધુ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ૨૫ ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે દરિયામાં પણ પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જાર વધવાની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ ૧૮થી ૨૦ ઓગસ્ટ દરમિયાન વરસાદી ઝાપટાં પડી શકે છે. ત્યારબાદ ૨૧થી ૨૩ ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત, મહારાષ્ટÙ અને પશ્ચિમ ઘાટમાં વરસાદ રહેવાની શક્યતા છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ૨૩ ઓગસ્ટ બાદ વરસાદનું જાર વધશે અને ૨૪થી ૨૮ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.અંબાલાલ પટેલે ઓગસ્ટના અંતમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ૩૧ ઓગસ્ટે વરસાદ પડી શકે છે.

ત્યારબાદ ૬ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.ગણેશ ચતુર્થી દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.

જ્યારે ૧૯ સપ્ટેમ્બર બાદ ફરી વરસાદનું જાર વધવાની શક્યતા છે.આગામી સમયમાં પણ વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ ૧૧થી ૨૦ ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટાં પડી શકે છે અને નવરાત્રી દરમિયાન પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે.