જાંબુઘોડાના કાકરોલીયાના પટેલ પરિવારે પૂર્વજોના સ્મરણાર્થે પંચાયતને એમ્બ્યુલન્સની ભેટ

જાંબુઘોડા ગ્રામ પંચાયતને કાકરોલીયા ગામના સ્વર્ગસ્થ પટેલ ચતુરભાઈ મોતીભાઈ અને સ્વર્ગસ્થ પટેલ કાશીબેન ચતુરભાઈના પરિવારજનો તરફથી એક નવી એમ્બ્યુલન્સ ભેટમાં મળી છે. આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ આજે પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ એમ્બ્યુલન્સ સેવા ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમાર તથા પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈના માર્ગદર્શન હેઠળ કાર્યરત કરવામાં આવી છે.

કાકરોલીયાના પટેલ પરિવારના સભ્યો રમેશભાઈ ચતુરભાઈ પટેલ, કૃપેશભાઈ રમેશભાઈ પટેલ, હેમલતાબેન રમેશભાઈ પટેલ, વૈશાલીબેન કૃપેશભાઈ પટેલ અને કુમારી અંજલીબેન કૃપેશભાઈ પટેલ દ્વારા પૂર્વજોની સ્મૃતિમાં આ સમાજ ઉપયોગી કાર્ય કરવામાં આવ્યું છે.

આ એમ્બ્યુલન્સ જાંબુઘોડા અને આસપાસના ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કટોકટીના સમયે સ્થાનિક લોકોને ઝડપી, સમયસર અને વધુ સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે તે હેતુથી આ સેવા શ‚ કરવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ પટેલ પરિવારની આ સામાજીક જવાબદારી અને દાનભાવનાને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.