ગોધરામાં રેલવે સ્ટેશન-સાતપુલ માર્ગના ભૂવાઓનું સમારકામ પૂર્ણ કરાયું

ગોધરા શહેરના રેલવે સ્ટેશનથી સાતપુલ સુધીના મુખ્ય માર્ગ પરના ભૂવાઓનું સમારકામ પૂર્ણ થઈ ગયું છે. ગોધરા નગરપાલિકાના ઉપપ્રમુખ ઈશાંત સોનીએ સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

આ માર્ગ પર પડેલા જોખમી ભૂવાઓને કારણે વાહનચાલકો અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. સ્થાનિકોની રજૂઆતો બાદ નગરપાલિકા દ્વારા તાત્કાલિક સમારકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નાગરિકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગ દ્વારા તમામ જોખમી ભૂવાઓનું સમારકામ કરવામાં આવ્યું છે. આ કામગીરી પૂર્ણ થતાં હવે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને મોટી રાહત મળી છે.

નગરપાલિકાએ જણાવ્યું હતું કે, શહેરમાં જ્યાં પણ આવા જોખમી ભૂવાઓ કે રસ્તાની સમસ્યાઓ અંગે રજૂઆતો મળશે, ત્યાં પ્રાથમિકતાના ધોરણે જ‚રી કાર્યવાહી કરવામાં આવશે.