હાલોલ તાલુકાના નવા ગામ બાંધેલી ગામના ફરિયાદીએ વોટસએપ ઉપર જોયેલ ભેંસોના વિડીયો પૈકી એક ભેંસ રૂ ૭૫,૦૦૦/-માં વેચાણ આપવાની નકકી થયેલ હતું. તેના અવેજમાં આરોપીઓએ અલગ-અલગ રીતે રૂ.૭૩,૦૦૦/- ગુગલ-પે થી મેળવી ભેંસ નહી પૈસા તરત ન આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
હાલોલ તાલુકાના નવાગામ બાંધેલી ગામે રહેતા દિનેશભાઈ નારસીંગભાઈ રાઠવાએ આરોપીના મો.નં.૭૪૯૪૮૦૯૪૯૬ના ધારક સોનું ફુલચંદ જાટ (રહે. પાટીયાડી ઢાણી જયરામપુરા- જયપુર, રાજસ્થાન)ના વોટસએપ ઉપર જોયેલ ભેંસોના વિડીયો પૈકીની એક ભેંસને રૂ.૭૫,૦૦૦/-માં વેચાણ આપવાનું નકકી થયેલ હતું. તેની અવેજમા: આરોપીએ ફરિયાદ પાસેથી તા.૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૨૬ સપ્ટેમ્બર સુધીના ગળામાં અલગ-અલગ રીતે રૂ.૭૩,૦૦૦/-ગુગલ-પે દ્વારા મેળવી લીધા હતા અને ફરિયાદીને ભેંસ નહી મોકલી તેમજ મેળવેલ રૂ.૭૩,૦૦૦/-પરત નહી આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ પાવાગઢ પોલીસ મથકે નોંધાવા પામી છે.