
દાહોદ જીલ્લાના ગલાલિયાવાડ પ્રાથમિક શાળા,દાહોદ ખાતે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સરળતાથી અને એક જ સ્થળેથી મળી રહે તે માટે વિવિધ વિભાગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.

સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિવિધ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સ્થળ પર જ અરજીઓ અને રજૂઆતો સ્વીકારી જરી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. એ સાથે શાળા પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ કાર્યક્રમની મુલાકાત લઈ વિવિધ વિભાગોના સ્ટોલની કામગીરીની જાણકારી મેળવી હતી તેમજ ઉપસ્થિત નાગરિકો સાથે સંવાદ કરી તેમને મળતી સેવાઓ અંગે માહિતી મેળવી હતી.
કાર્યક્રમમાં દાહોદ પ્રાંત અધિકારી મિલિન્દ દવે, દાહોદ મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ, શાળા સ્ટાફ, સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ-કર્મચારીઓ, ગ્રામજનો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.