કાલોલ તાલુકાના અલવા ગામે ૧ ઓગસ્ટ ૨૦૨૩ થી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ના સમયગાળામાં આરોપીઓએ નડીયાદ ખાતે ડી.એમ.એમ.કેપીટલ નામની કં૫ની શરૂ કરી હતી. કં૫નીના ત્રણ ભાગીદારોએ આયોજનબઘ્ધ કાવતરું રચી ફરિયાદી તથા ધણા ખાતેદારોને વિશ્ર્વાસ અને ભરોસો આપી પૈસાનું રોકાણ કરાવી મૂકી નફા સાથે પરત વિશ્ર્વાસ આપ્યો હતો. પૈસાની ઉધરાણી કરતા આરોપીઓએ કં૫ની બંધ કરી રૂ.૧,૧૮,૦૦,૦૦૦/-પરત નહિ આપી છેતરપિંડી કર્યાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે.
કાલોલ તાલુકાના અલગા ગામે તથા અલગ-અલગ જગ્યાઓએ આરોપીઓ દિનેશભાઈ સુરેન્દ્રસિંહ ચૌહાણ (રહે. કાલોલ, માનસરોવર સોસાયટી), પૃથ્વી વિજય શર્મા (રહે. મારૂતીનગર, મહેમદાવાદ), જીતેષભાઈ ગોવિંદભાઈ ભરવાડ (રહે. નડીયાદ, સી/૩ જાનકી પાર્ક સોસાયટી)એ તા.૧ ઓગસ્ટ-૨૦૨૩ થી ૨૭ સપ્ટેમ્બર-૨૦૨૬ સુધીના સમયગાળામાં નડીયાદ ખાતે ડી.એમ.એમ. કેપીટલ નામની કં૫ની શ કરી હતી અને આરોપીઓએ આયોજનબઘ્ધ ગુનાહિત કાવતરું રચ્યું હતું. ફરિયાદી કિરણકુમાર પ્રભુદાસ પટેલ અને બીજા આજુબાજુના ધણા ખાતેદારોને વિશ્ર્વાસ અને ભરોસા આપી પૈસાનું રોકાણ કરાવી મૂકી નફા સાથે પરત આપવાનું જણાવેલ હતું. ફરિયાદી અને અન્ય ખાતેદારોએ પૈસાની અવાર-નવાર ઉધરાણી કરતાં આરોપીઓએ કં૫ની બંધ કરી દીધી હતી અને ફરિયાદી તથા અન્ય ખાતેદારોના રોકાણ કરેલ રૂ.૧,૧૮,૦૦,૦૦૦/-(એક કરોડ અઢાર લાખ) પરત નહિ આપી વિશ્ર્વાસધાત છેતરપિંડી કર્યાની ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.