ગોધરા તાલુકાના સામલી ગામે પ્રેમસંબંધમાં વિવાદ થતા એક ૩૫ વર્ષીય વિધવા મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આ મામલે પોલીસે ગામના જ એક યુવક સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
મૃતક મીનાબેન પરમાર (૩૫)નો ગામના સુરેશ રાઉલજી સાથે છેલ્લા ૮ વર્ષથી પ્રેમસંબંધ હતો. સુરેશે લગ્ન કરવાની ના પાડતા મીનાબેન આઘાતમાં આવી ગયા હતા.
આ પછી મીનાબેને ગોધરાના અમૂલ પાર્લર નજીક ઝેરી દવા પી લીધી હતી. પરિજનો તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં શનિવારે તેમનું મોત થયું.
મહિલાના આપઘાત બાદ પરિજનોએ સુરેશ રાઉલજી સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે સુરેશ બાબુભાઈ રાઉલજી વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.