
દાહોદ જીલ્લાના લીમડી નગરમાં શરદ પૂનમ નિમિત્તે રાજા રણછોડરાયની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. લીમડી નગરના રાજા રણછોડરાય મંદિર ખાતેથી માળી સમાજ દ્વારા શોભાયાત્રા પ્રસ્થાન કરાવવામાં આવી હતી. વાજતે-ગાજતે નીકળેલી આ શોભાયાત્રામાં માળી સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નગરના માર્ગો પરથી પસાર થયેલી શોભાયાત્રા દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. રાજા રણછોડરાયના જયઘોષ સાથે સમગ્ર પંથક ભક્તિના રંગે રંગાયું હતું.
શરદ પૂનમના પાવન અવસરે યોજાયેલી આ શોભાયાત્રાને લઈને સમાજના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને ધાર્મિક વાતાવરણ વચ્ચે કાર્યક્રમ સંપન્ન થયો હતો.