
શહેરા અલ અમીન સ્કૂલમાં ઉમ્મીદ ગ્રુપ દ્વારા સાતમો રક્તદાન કેમ્પ યોજાયો: સર્વે સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિથી સામાજીક સમરસતાનો માહોલ સર્જાયો.
શહેરા અલ અમીન સ્કૂલમાં ઉમ્મીદ ગ્રુપ દ્વારા ૭મા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. સિસારાના હસ્તે ખુલ્લા મુકાયેલા આ કેમ્પમાં સર્વે સમાજના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેના કારણે સમગ્ર પરિસરમાં સામાજીક એકતા અને સમરસતાનો માહોલ જોવા મળ્યો હતો.
શહેરામાં સામાજીક સેવામાં હંમેશાં અગ્રેસર રહેતા ઉમ્મીદ ગ્રુપ દ્વારા અલ અમીન સ્કૂલમાં સાતમી વખત ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઉપસ્થિત પી.આઈ. એચ.વી. સિસારા તેમજ સર્વે સમાજના અગ્રણીઓનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.માનવ સેવાનો ઉમદા સંદેશ આપતા આ બ્લડ ડોનેશન કેમ્પનું વિધિવત ઉદ્ઘાટન શહેરાના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. સિસારાના વરદ હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. કેમ્પની શઆત કરાવતા પી.આઈ. એચ.વી.સિસારાએ ઉમ્મીદ ગ્રુપના યુવાનોની સામાજીક જવાબદારી અને સેવાકીય ભાવનાને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, રક્તદાન એ જ મહાદાન છે અને યુવાનો દ્વારા કરાતી આવી પ્રવૃત્તિઓ સમાજ માટે પ્રેરણાદાયી છે.કેમ્પ દરમિયાન નગરના યુવાનો, નાગરિકો અને રક્તદાતાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ સ્વેચ્છાએ આગળ આવીને રક્તદાન કર્યું હતું. આ કેમ્પની વિશેષતા એ રહી કે, તેમાં માત્ર યુવાનો જ નહીં પરંતુ શહેરા નગરના સર્વે સમાજના અગ્રણીઓ પણ વિશેષ પથી ઉપસ્થિત રહ્યા હતા. સર્વે સમાજના આગેવાનોની હાજરીમાં સામાજીક એકતા અને સમરસતાનો ઉત્તમ માહોલ જોવા મળી રહ્યો હતો.આજના સમયમાં જ્યારે રક્તની જરિયાત સતત રહેતી હોય છે, ત્યારે ઉમ્મીદ ગ્રુપનો આ ૭મો રક્તદાન કેમ્પ અનેક જરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદપ સાબિત થનાર છે. યુવાનોની આ પહલને સમગ્ર શહેરા નગરમાં બિરદાવવામાં આવી રહી છે.