બારીમાં લગાવેલ લોખંડના સળિયા વાળી ઘરમાં પ્રવેશેલા તસ્કરો રૂપિયા ૧.૮૫ લાખ ઉપરાંતની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી ગયા.
ધાનપુર તાલુકાના વેડ ગામે નિશાળ ફળિયામાં રાત્રિના સમયે ત્રાટેલા તસ્કરો એક ઘરને નિશાન બનાવી બારીમાં લગાવેલ લોખંડના સળિયા વાળી ઘરમાં પ્રવેશી અલગ અલગ બે રૂમમાં મુકેલ લોખંડની તિજોરીના ખાનામાંથીરૂપિયા ૧.૮૫૪૦૦/-ની કુલ કિંમતના સોના-ચાંદીના દાગી ના ચોરી લઈ ગયાનું પોલીસ સુત્રો દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ધાનપુર તાલુકાના વેડ ગામે નિશાળ ફળિયામાં ગત તારીખ ૨૦મી ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરો નિશાળ ફળિયામાં રહેતા બાવન વર્ષીય રાજેન્દ્રસિંહ અભેસિંહ ચૌહાણ નામના નોકરીયાત ના ઘરની દિવાલમાં આવેલ બારીમાં લગાવેલ લોખંડના સળિયા વાળી તે વાટે ઘરમાં પ્રવેશ્યા હતા. અને રાજેન્દ્રસિંહ ચૌહાણના રૂમમાં મુકેલ લોખંડની તિજોરી ખોલી તિજોરી ના ખાનામાં રાખેલ આશરે અઢીતોલા વજનનું સોનાનું લોકીટ, આશરે અઢી તોલા વજનની સોનાની ચેઇન, તથા રાજેન્દ્રસિંહ ચૌહાણના છોકરા વસંતસિંહના મમાં મુકેલ લોખંડની તિજોરીના ખાનામાંથી આશરે નવ ગ્રામ કુલ વજનની સોનાની વીંટી નંગ ત્રણ, આશરે ૫૦૦ ગ્રામ કુલ વજનના ચાંદીના છાડા નંગ-૨, આશરે ૬૦ ગ્રામ વજનની ચાંદીની લકી નંગ-૧ મળી કુલ રૂપિયા ૧,૮૫,૪૦૦/-ની કુલ કિંમતના સોના-ચાંદીના દાગીના તસ્કરો ચોરીને લઈ ગયા હતા.
આ સંબંધે વેડ ગામના નિશાળ ફળિયામાં રહેતા અને ઘર ફોડ ચોરીનો ભોગ બનેલ રાજેન્દ્રસિંહ અભેસિંહ ચૌહાણે ધાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ધાનપુર પોલીસે આ મામલે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી, એફએસએલ તથા ડોગ સ્ક્વોર્ડની મદદની માગણી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.