સીએમ ચંદ્રબાબુ નાયડુએ જગન મોહન રેડ્ડીની સરખામણી મહાભારતના કંસ સાથે કરી

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના નેતા વાય.એસ. જગન મોહન રેડ્ડીની સરખામણી મહાભારતના પૌરાણિક પાત્ર કંસ સાથે કરી. નાયડુએ તેમના પર યેલહંકા પેલેસમાં તેમની પોતાની ભત્રીજી (બહેનની પુત્રી)ના લગ્નમાં અવરોધ લાવવાનો આરોપ લગાવ્યો.નાયડુએ આરોપ લગાવ્યો કે મિલકતના વિવાદ દરમિયાન જગન તેની માતા અને બહેન, વાય.એસ. શર્મિલા સાથે અયોગ્ય વર્તન કર્યું.

તેમણે જગન પર નૈતિક મૂલ્યોનો અભાવ હોવાનો પણ આરોપ લગાવ્યો.નાયડુએ શર્મિલાને તેની પુત્રીના લગ્ન માટે પરિવારના યેલહંકા પેલેસનો ઉપયોગ કરતા અટકાવવાના જગનના “નિર્ણય” પર પણ સવાલ ઉઠાવ્યા. નાયડુએ ભાર મુક્યો કે શર્મિલાને પણ મિલકતમાં હિસ્સો છે. નોંધનીય છે કે શર્મિલા જગન મોહન રેડ્ડીની નાની બહેન છે.

નાયડુએ એવા અહેવાલોનો ઉલ્લેખ કર્યો કે જગનએ તેની નાની બહેન શર્મિલા રેડ્ડીની પુત્રી, અંજલિ રેડ્ડીના લગ્ન ૨૫ નવેમ્બરના રોજ બેંગલુરુના યેલહંકા સ્થિતિ ફેમિલી બંગલામાં યોજાવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.

નાયડુએ કહ્યું કે જગન પાસે ન તો નૈતિક મૂલ્યો છે, ન તો કૌટુંબિક મૂલ્યો છે, ન તો રાજકીય મૂલ્યો છે. મિલકતના વિવાદને કારણે તે તેની માતા અને બહેન સાથે અયોગ્ય વર્તન કરી રહ્યો છે, જાકે જે બહેનની પુત્રીના કાર્યક્રમ માટે જગને યેલહંકા પેલેસમાં પરવાનગી ન આપી હતી તે પણ તેમાં હિસ્સેદાર છે. નાયડુના મતે, જગન પોતાની ભત્રીજીના લગ્નમાં અવરોધ લાવીને મહાભારતના કંસ જેવું વર્તન કરી રહ્યો છે.મુખ્યમંત્રી નાયડુએ જગનની માનસિકતાને ખતરનાક ગણાવી છે અને કહ્યું છે કે તેમનું વલણ વિનાશક છે.

તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે વાયએસઆરસીપી પોતાના રાજકીય એજન્ડાને પૂર્ણ કરવા માટે રાજ્યને સળગવા દેવા તૈયાર છે. તેમણે દાવો કર્યો હતો કે લોકોને ડરાવવા માટે પંજાબથી ભાડૂતી સૈનિકો બોલાવવામાં આવ્યા હતા. નાયડુનું નિવેદન હવે આંધ્રપ્રદેશના રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયું છે.ચંદ્રબાબુ નાયડુ તેમના નિવેદનો માટે ઘણીવાર સમાચારમાં રહે છે. તેમણે એક સમયે પીએમ મોદીની પ્રશંસા કરી હતી. નાયડુએ કહ્યું હતું કે તેમણે ક્યારેય પીએમ મોદીને થાકેલા જાયા નથી.