ગરબાડા તાલુકાના ઝરી બુઝર્ગ (ઝરી ગામતળ) ખાતે ખેતીના તૈયાર પાકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ગામના મહિલા ખેડૂત રી કનુબેન રામચંદભાઈના ખેતરમાં તૈયાર થયેલો મકાઈનો પાક કોઈ અગમ્ય કારણોસર સળગી ઊઠતાં બળીને ખાખ થઈ ગયો હતો, જેના કારણે ખેડૂતને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ખેતરમાં કાપણી ધારણ કરી લેતાં સમગ્ર ખેતરમાં તૈયાર મકાઈના પાકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વપ ધારણ કરતાં મકાઈનો જથ્થો લપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર દોડી આવી હતી અને ભારે જહમત બાદ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટના અંગે સ્થાનિક તલાટી તેમજ ગામના સરપંચને તાત્કાલિક જાણ કરવામાં આવી.
હતી. ગ્રામ પંચાયત અને મહેસૂલ વિભાગે માહિતી મેળવી આગળની કાનૂની તથા ટીમે સ્થળ પર પહોંચી પંચનામું (પંચ કેસ) કરી નુકસાનીનો અંદાજ નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરી છે. પિડિત ખેડૂત પરિવાર દ્વારા યોગ્ય વળતર મળે તેવી માંગ કરવામાં આવી રહી છે.