દે. બારીયા શહેર અને પંથકના ઝોલા છાપ અને સરકારી હોસ્પિટલોના ગુલ્લેબાજ ભ્રષ્ટ ર્ડાકટરોનું કોણ ઓપરેશન કરશે ???

દે. બારીયા શહેરના સરકારી સબ હોસ્પિટલના હાલમાં નવશીખીયા ર્ડાકટરોને ગુલ્લા મારવાના એવજ તેમના પાસેથી સુપ્રિટેન્ડન્ટ મેમણના દ્વારા ૮ જેટલા નિશાળીયા ર્ડાકટરો પાસેથી માત્ર ચાલીશ હજાર જેવી નજીવી રકમ લાંચના કેસમાં પકડાતા તેઓ હાલમાં જેલના સળીયા પાછળ છે. જયારે આજે સબ હોસ્પિટલમાં ઓપરેશન કરનારા પ્રખ્યાત અને નામાંકીત ર્ડાકટર એક પેશન્ટના પેટે ૧૨ થી ૧૫ હજાર ‚પીયા લાંચ લેતા હોય છે. તે પણ ઓપરેશન થીયેટરમાં લાંચના નાણાં સ્વીકારે છે. તેવું આમ જનતામાં ચર્ચાનો વિષય બનવા પામ્યું છે. તેઓએ અઢળક સંપતિ ઉભી કરી લીધી છે. તેમ છતાં તેઓ હાલમાં કોન્ટ્રાકટ બેજ ઉપર પોતાની ફરજમાં પાર્ટટાઈમ તરીકે એકશનને મળી ચુકયું છે. કોની રહેમનજરે તે તપાસનો વિષય છે. તેમને એક જ જગ્યાએ આખી નોકરી પુરી કરી લીધી જીલ્લા અને તાલુકાના આરોગ્ય અધિકારીઓની રહેમનજરે આ તમામ ભ્રષ્ટાચારીઓ મેળાપીપણા કરી પંથકની આમ ગરીબ જનતાને લુંટી છે તો તેમની ખાતાકીય તપાસ કરવામાં આવે તો આવક કરતા વધારે પ્રોપર્ટી સામે આવે તેવી વકી છે, પરંતુ નિષ્પક્ષ અને સહેશરમ વગર તટસ્થ તપાસ કરાશે તેા જ આમ ગરીબોને ન્યાય મળી શકશે તેમાં શંકા નથી.

જ્યારે શહેરમાં અને ગ્રામ્યમાં ખાસ કરીને ઝોલાછાપ ડીગ્રી વગરના ર્ડાકટરો પ્રેકટીસ કરી રહ્યા છે. કોની નાકના તળે તાલુકાના આરોગ્ય અધિકારીની રહેમનજરે પ્રેકટીશ કરે છે. તેવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે અને ડ્રગ્સ વિભાગને પણ આનો વહેવાર પહોંચતો હશે ? તો જ આંખ આડા કાન કરાય છે. ગામડાઓમાં ગરીબ પ્રજાના આરોગ્ય સાથે ચેડા આ નકલી ઝોલાછાપ ર્ડાકટરોનું આતંક કયાં સુધી ચલાવાશે આવા નકલી કલીનીકો ૨૦ થી ૨૫ વર્ષના સમયથી પ્રેકટીસ કરે છે. એલોપેથીકને ઈન્જેકશન આપવાની પરવાનગી નથી પરંતુ અહીં તો ૫ થી ૧૦ બેડ ગોઠવીને બોટલ પણ ચડાવવામાં આવે છે. કોની રહેમનજરે સાથે સાથે હોમીયોપેથીક દવાઓનો જથ્થો પણ સ્ટોકમાં રાખતા ગભરાતા નથી તે શું સુચવે છે ? ગરીબ દર્દીઓના જીવન સાથે ખેલવાડ કરવા પાછળ કોણ જવાબદાર છે. જીલ્લા અને તાલુકાના જવાબદાર આરોગ્યના અધિકારીઓ આટલી છુટ કેમ આપી રહ્યા છે. તે મોટો સવાલ છે. આરોગ્ય વિભાગ અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ કયારે કુંભકર્ણની નિંદ્રા માંથી જાગશે તે આવનારો સમય બતાવશે. ૧૯૬૩ના કાયદાઓમાં માત્ર ૫૦૦/-‚પીયાનો દંડ કરીને છટક બારી માંથી છટકી જાય છે. તેઓના માટે કડક કાયદા બનાવવા પડશે. ઓછામાં ઓછી પાંચ થી દશ વર્ષની કેદ થાય તો જ આવા નકલી અને ઝોલાછાપ ર્ડાકટરોનું ઓપરેશન કાયમી થઈ શકશે. તેમા બે મત નથી.