
જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડના ₹30200 કરોડના મેગા IPOને લઈને રોકાણકારોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. 23 ઓક્ટોબરે બંધ થયેલા આ ઈશ્યૂને રેકોર્ડ બ્રેક સબ્સ્ક્રિપ્શન મળ્યા બાદ, આજે 26 ઓક્ટોબરે મોડી સાંજે ફાળવણી થશે. IPO માટે 1 કરોડથી વધુ અરજીઓ મળી છે, જેણે વૈશ્વિક સ્તરે એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
સબ્સ્ક્રિપ્શન કેવું રહ્યું?
ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) એટલે કે મોટા રોકાણકારોએ આ IPOમાં સૌથી વધુ રસ દર્શાવ્યો. તેમનો અનામત હિસ્સો 70.55 ગણો સબ્સ્ક્રાઇબ થયો, જેમાં 4.9 કરોડ અનામત શેરોની સરખામણીએ 345.75 કરોડથી વધુ શેરો માટે બિડ મળી.
નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NIIs)નો હિસ્સો 14 ગણો સબ્સ્ક્રાઇબ થયો, જ્યાં 3.64 કરોડ શેરની સરખામણીએ 51.03 કરોડ શેર માટે બિડ મળી. રિટેલ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર્સ (RII) કેટેગરીમાં 8.5 કરોડ રિઝર્વ શેરની સરખામણીએ 23.11 કરોડ શેર માટે બિડ મળી, જેના કારણે આ હિસ્સો 2.72 ગણો સબ્સ્ક્રાઇબ થયો.
એન્કર પોર્શન પહેલાં જ ₹8,110 કરોડ એકત્ર કર્યા
જિયો આ આઈપીઓ દ્વારા કુલ ₹30,213 કરોડ એકત્ર કરી રહી છે. જોકે, ઇશ્યૂ ખુલ્યાના પહેલાં કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સને શેર જાહેર કરીને ₹8,110 કરોડનું ભંડોળ એકત્ર કરી લીધું હતું. એન્કર કોટા બાદ પ્રાઇમરી માર્કેટમાં સામાન્ય જનતા અને સંસ્થાકીય ખરીદદારો માટે આશરે ₹22,103 કરોડનો નેટ ઇશ્યૂ જ રાખવામાં આવ્યો છે, જેના પર સતત બિડ મળી રહી છે.
ગ્રે માર્કેટ પ્રીમિયમ કેટલું છે?
લિસ્ટિંગ પહેલાં કંપનીનો શેર ગ્રે માર્કેટમાં 22% એટલે કે પ્રતિ શેર ₹247ના પ્રીમિયમ પર પહોંચી ગયો છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે GMP મુજબ જોવામાં આવે તો અપર પ્રાઈસ બેન્ડ ₹1,119ના હિસાબે તેનું લિસ્ટિંગ (1119+247=₹1365) ₹1,366 પર થઈ શકે છે.
IPO લાગવાના ચાન્સ કેટલા?
ક્લોઝિંગ ડેટા અનુસાર જુદી-જુદી કેટેગરીમાં સબ્સ્ક્રિપ્શનના આધારે અલોટમેન્ટની અંદાજિત સંભાવનાઓ નીચે આપવામાં આવી છે:
BHNI – 3 માંથી 1 ને એલોટમેન્ટ મળી શકે.
SHNI – 9 માંથી 1 ને એલોટમેન્ટ મળી શકે.
રિટેલ – 4 માંથી 3 ને એલોટમેન્ટ મળી શકે.
કર્મચારી – દરેકને એલોટમેન્ટ મળી શકે.
શેર હોલ્ડર – જો 14 લોટ ભર્યા હશે તો 22 શેર અને 8 લોટ ભર્યા છે તો એક લોટ મળી શકે. 8 લોટથી ઓછા ભર્યા છે તો એલોટમેન્ટના ચાન્સ ઓછા રહેશે.
એલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
રોકાણકારો KFin Technologiesના પોર્ટલ પર ત્રણ રીતે અલોટમેન્ટ સ્ટેટસ જોઈ શકે છે. આ માટે PAN નંબર, IPO એપ્લિકેશન નંબર અથવા ડીમેટ અકાઉન્ટ નંબરનો ઉપયોગ કરી શકાય છે.
- KFin Technologiesની વેબસાઇટ પર જાઓ.
- ડ્રોપડાઉન લિસ્ટમાં Jio Platforms IPO પસંદ કરો.
- ત્યારબાદ સર્ચ કરવાની રીતમાં PAN નંબર પસંદ કરો.
- તમારો PAN નંબર દાખલ કરો અને જરૂરી માહિતી ભરો.
- હવે સબમિટ પર ક્લિક કરો. સ્ક્રીન પર અલોટમેન્ટ સ્ટેટસ દેખાશે.
ડ્રોપડાઉન લિસ્ટમાં Jio Platforms IPOનું નામ અલોટમેન્ટ સત્તાવાર રીતે ફાઈનલ થયા બાદ જ દેખાશે. PAN નંબર સિવાય એપ્લિકેશન નંબર અથવા ડીમેટ અકાઉન્ટ નંબરનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો.