
આઇપીએલ ૨૦૨૭ માટે ખેલાડીઓની મીની-હરાજી ૧૬ ડિસેમ્બરે ગોવામાં યોજાશે. રસપ્રદ વાત એ છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી વનડે પણ ૧૬ ડિસેમ્બરે બેંગલુરુમાં યોજાવાની છે. આ પહેલા, તમામ ૧૦ ટીમોએ ૧૫ નવેમ્બર સુધીમાં જાણ કરવી પડશે કે તેઓ તેમના કયા ભૂતપૂર્વ ખેલાડીઓને રીટેન્શન આપી રહ્યા છે અને કોને રિલીઝ કરી રહ્યા છે. આ પછી, હરાજી શરૂ થાય તેના બરાબર એક અઠવાડિયા પહેલા, ટીમોને ખેલાડીઓની અંતિમ યાદી અને કયા સ્થાન પર બોલી લગાવવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે.
આઇપીએલ ૨૦૨૬ સીઝનના અંતથી,આઇપીએલમાં ફક્ત બે ખેલાડીઓનું ટ્રેડિંગ થયું છે.આઇપીએલના નિયમો અનુસાર, ખેલાડીઓના ટ્રેડિંગ માટેની આ વિન્ડો સીઝન સમાપ્ત થયાના બરાબર એક મહિના પછી શરૂ થાય છે અને હરાજીના એક અઠવાડિયા પહેલા સુધી ખુલ્લી રહે છે. આ પછી, વિન્ડો ફરી ખુલે છે અને આગામી સીઝનની શરૂઆતના બરાબર એક મહિના પહેલા સુધી ખુલ્લી રહે છે.
આ વર્ષના જૂનમાં, લખનૌ સુપર જાયન્ટ્સે કાંડા Âસ્પનર કુલદીપ યાદવના બદલામાં તેમના કેપ્ટન ઋષભ પંતને દિલ્હી કેપિટલ્સમાં ટ્રેડ કર્યો હતો. વધુમાં, દિલ્હીએ તાજેતરમાં ઝડપી બોલર ટી નટરાજનને સનરાઇઝર્સ હૈદરાબાદમાં ટ્રેડ કર્યો હતો અને તેની જગ્યાએ યુવાન લેગ Âસ્પનર ઝીશાન અંસારીને ટીમમાં સામેલ કર્યો હતો, જેણે હજુ સુધી આંતરરાષ્ટÙીય ક્રિકેટ રમ્યું નથી. તે એક અનકેપ્ડ ખેલાડી છે.
આઇપીએલએ હજુ સુધી ૨૦૨૭ સીઝન માટે ચોક્કસ તારીખો જાહેર કરી નથી. જાકે, ૨૦૨૪ માં આગામી ત્રણ સીઝન માટે તારીખો ૧૪ માર્ચથી ૩૦ મે વચ્ચે નક્કી કરવામાં આવી હતી. જાકે, આ વર્ષે સપ્ટેમ્બરમાં બીસીસીઆઇની વાર્ષિક સામાન્ય સભા પછી, બોર્ડ સચિવ દેવજીત સૈકિયાએ સંકેત આપ્યો હતો કે ટુર્નામેન્ટ માર્ચના અંતમાં શરૂ થઈ શકે છે.
છેલ્લી ત્રણ આઇપીએલ હરાજી દેશની બહાર યોજાઈ હતી. ૨૦૨૪ ની હરાજી દુબઈમાં, ૨૦૨૫ ની હરાજી સાઉદી અરેબિયાના જેદ્દાહમાં અને ૨૦૨૬ ની હરાજી અબુ ધાબીમાં યોજાશે. આ હરાજીમાં ટીમ માલિકો, અધિકારીઓ, કોચિંગ સ્ટાફ અને ખેલાડી પસંદગી પ્રતિનિધિઓની ભાગીદારીની જરૂર પડે છે. વિદેશ પ્રવાસ, હોટલ બુકિંગ, વાહનોની વ્યવસ્થા અને ઘણા બધા લોકો માટે અન્ય ખર્ચાઓ માત્ર ખર્ચાળ નથી પણ તેનું સંચાલન કરવું ખૂબ જ જટિલ પણ છે, ખાસ કરીને મીની ઓક્શન માટે, જેમાં મેગા ઓક્શન કરતા ઓછા ખેલાડીઓ ખરીદવાનો સમાવેશ થાય છે.આઇપીએલ ૨૦૨૮ પહેલા મેગા ઓક્શન યોજાશે.