
મહીસાગર જીલ્લાના વીરપુર તાલુકાના સરાડીયા ગામની સીમમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં એક નવજાત બાળક મળી આવ્યું છે. બાળક મળતા જ સ્થાનિક સ્તરે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.
સરાડીયા ગામની સીમમાં બાળક ત્યજી દેવાયેલી હાલતમાં મળ્યું હતું. આ અંગે જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયું. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે રિફર કરાયું છે.
નવજાત બાળકને કોણ અને કયા સંજોગોમાં મૂકી ગયું તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. ઘટનાની ગંભીરતાને જોતા વીરપુર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શ કરી છે. પોલીસ તપાસમાં બાળકને ત્યજી દેવાનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતા છે.