નવાનગર ગામે દુકાનમાં આગ લાગતાં હાહાકાર! રૂ. ૧૪ લાખનું નુકસાન થયાનો અંદાજ.

દુકાનમાલિક ભૂરિયા વિજયભાઈ દલસિંગભાઈને મોટું આર્થિક નુકસાન દાહોદ જીલ્લાના ઘાનપુર તાલુકાના નવાંનગર ગામમાં દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં દુકાનમાં રાખેલો આશરે રૂ.૯ લાખનો સામાન, ચાંદીનાં ઘરેણાં તેમજ આશરે ‚. ૫ લાખની રોકડ રકમ બળીને ખાખ થઈ ગયાનું જણાવવા માં આવ્યું છે. આગાની ઘટનામાં દુકાન માલિક ભૂરિયા વિજયભાઈ દલસિંગભાઈને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. દુકાનમાં રાખેલો સામાન, ઘરેણાં અને રોકડ રકમ આગની ઝપેટમાં આવતાં પરિવારની મુશ્કેલીમાં વધારો થયો છે.પ્રાથમિક માહિતી મુજબ, સામાન અને રોકડ સહિત કુલ આશરે રૂ. ૧૪ લાખનું નુકસાન થયાનો અંદાજ છે. જોકે નુકસાનની ચોક્કસ રકમ સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે.આગ કયા કારણોસર લાગી તે અંગેની વિગતો હજી સ્પષ્ટ થઈ નથી. સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવે અને નુકસાન નો યોગ્ય અંદાજ મેળવી અસરગ્રસ્ત દુકાન માલિકને શક્ય સરકારી સહાય મળે તેવી માંગ કરવામાં આવે છે.