કવાંટ-મોરબી રૂટની અપુરતી સુવિધાને લઈ સાફરોને ૪૦૦ કિ.મી. ઉભા રહી મુસાફરી કરવા મજબુર

છોટાઉદેપુર જીલ્લાના કવાંટ અને નસવાડી તાલુકામાંથી સૌરાષ્ટ્ર, મોરબી તથા હળવદ તરફ મજૂરી માટે જતા મુસાફરો એસ.ટી. બસની અપૂરતી સુવિધાને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. કવાંટ-મોરબી રૂટ પર નસવાડી વાયા બસોની સંખ્યા ઓછી હોવાથી મુસાફરોને ૪૦૦ કિલોમીટરની લાંબી મુસાફરીમાં કલાકો સુધી ઊભા રહેવાની ફરજ પડે છે.

મુસાફરોના જણાવ્યા મુજબ, છેલ્લા ૧૨ વર્ષથી મોરબી ડેપોની બસો દોડતી હોવા છતાં છોટાઉદેપુર, બોડેલી, ડભોઇ તથા વડોદરા ડેપો દ્વારા નવા રૂટ શરૂકરવામાં આવ્યા નથી. બસમાં જગ્યા મેળવવા મુસાફરો વહેલી સવારે ત્રણ વાગ્યે કવાંટ બસ સ્ટેન્ડ પર પહોંચી જાય છે. છતાં ઘણીવાર બેસવાની જગ્યા મળતી નથી. પરિવાર તથા નાનાં બાળકો સાથે મજૂરી માટે જતા લોકોને ૧૦થી ૧૧ કલાક સુધી ઊભા રહીને મુસાફરી કરવી પડે છે.

બસમાં અગાઉથી સીટોનું બુકિંગ થઈ જતું હોવાથી સ્થાનિક મુસાફરોને મુશ્કેલી પડે છે. કવાંટ અને નસવાડી બંને તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો રોજગાર માટે સૌરાષ્ટ્ર તરફ અવરજવર કરે છે.

છતાં બસોની સંખ્યા વધારવામાં આવતી નથી. આથી મુસાફરોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. મુસાફરોએ એસ.ટી. વિભાગને રજૂઆત કરી કવાંટ-મોરબી રૂટ પર બસો વધારવાની માંગ કરી છે. અન્ય ડેપોમાંથી નવા લાંબા અંતરના ‚ટ શ‚ કરવાની પણ માંગ કરી છે.

ભાડુ આપીને પણ ઉભા ઉભા જવાનું અમો ત્રણ વાગ્યાંના ઉઠ્યા હતા. અમારા વિસ્તારના કેટલાય મુસાફરો રાત્રે કવાંટ બસ સ્ટેન્ડ ઉપર આવી જાય છે. સવારે ૪ પછી કવાંટ મોરબી બસ મુકાય એટલે ક્ધડકટર પહેલા રીઝર્વેશનના મુસાફરોને સીટ બતાવે પછી જે ખાલી હોય એમા અન્ય મુસાફરો બેસે છે. હવે બસમાં મોરબી સુધી ડાયરેક જવા વાળા વધારે હોવાથી કરે શું ? જેથી તેઓ ઉભા ઉભા મોરબી સુધી મુસાફરી કરે છે. મોરબી ડેપોની બસ ચાલુ થયાને વર્ષો છે. એક આપણા ડેપોની બસ કલાક બે ક્લાક પછી નસવાડી વાયા મુકાય તોય સા‚.:- રાકેશ રાઠવા, મુસાફર…

બોકસ:

નવીન બસના ‚ટ શ‚કરવા જોઈએ સવાર-સાંજ આમ બે બસ વાયા નસવાડીદેવળીયા તિલકવાડા ડભોઈ વડોદરા થઈજતી હોય છે. જે ઓનલાઇન કેટલીક વારફૂલ બતાવે છે. તો અમારે બીજી બસમાંઅથવા બીજા દિવસનું બુકિંગ કરાવી જવુપડે છે. નવીન બસના ‚ટ શ‚ કરવાજોઈએ.:- ભાવેશ રાઠવા, મુસાફર…