ગોધરા આર.ટી.ઓ. કચેરી દ્વારા પસંદગીના (ફેન્સી) નંબર માટે ઓનલાઇન ઈ-હરાજી હાથ ધરાશે


પંચમહાલ,ગુરુવાર:: પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગોધરાની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ગોધરા કચેરી હેઠળના તમામ વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઇન ઈ-હરાજી (E-Auction) શરૂ કરવામાં આવનાર છે. જેમાં નવા વાહન ખરીદનારા માલિકો પોતાની પસંદગીનો ‘ગોલ્ડન’ કે ‘સિલ્વર’ નંબર મેળવવા માટે ભાગ લઈ શકશે.

આ હરાજીમાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરની વિવિધ સીરીઝ (જેમ કે GJ17 CJ,CM,CL,CH,CQ,CF,CN,CD,CG,CR
,DAવગેરે) ના નંબરો ઉપલબ્ધ છે.

ઓનલાઇન અરજીની (રજીસ્ટ્રેશન) શરૂઆત ૧૫-૦૮-૨૦૨૬ ના ૦૪:૦૦ કલાક સુધી તથા ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૭-૦૮-૨૦૨૬ ના ૦૩:૫૯ કલાક સુધી ઈ-હરાજી (Bidding) શરૂ થવાની તારીખ ૧૭-૦૮-૨૦૨૬ના ૦૪:૦૦ કલાક સુધી તથા ઈ-હરાજી પૂર્ણ થવાની તારીખ ૧૯-૦૮-૨૦૨૬ના  ૦૪:૦૦ કલાક રહેશે.

પસંદગીનો નંબર મેળવવા માટે ફી ન ધોરણો જોઈએ તો,ગોલ્ડન નંબર: ટુ-વ્હીલર માટે ₹૮,૦૦૦,સિલ્વર નંબર: ટુ-વ્હીલર માટે ₹૩,૫૦૦ અને અન્ય નંબરો: ટુ-વ્હીલર માટે ₹૨,૦૦૦ રહેશે.

અરજી કરવાની પ્રક્રિયા:
૧. વાહન માલિકોએ www.parivahan.gov.in/fancy પર નોંધણી કરાવી યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મેળવવાનો રહેશે.
૨. સેલ ઈન્વોઈસ અથવા વીમાની તારીખથી ૭ દિવસની અંદર CNA ફોર્મ ભરી લેવાનું રહેશે.
૩. હરાજીમાં સફળ થયેલા અરજદારે બાકીની રકમ ૫ દિવસમાં જમા કરાવવાની રહેશે. જો નિયત સમયમાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશો, તો ભરેલી મૂળ રકમ (Base Price) જપ્ત કરવામાં આવશે.
૪. જે અરજદારોને નંબર ફાળવી શકાયો નથી, તેમને ભરેલી રકમ SBI e-pay દ્વારા પરત કરવામાં આવશે.

પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા તમામ વાહન માલિકોને આ ઓનલાઇન હરાજીનો મહત્તમ લાભ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી,ગોધરા દ્વારા જણાવવામાં આવ્યું છે.