ગોધરાના શરદ શાહ સંકુલમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા

ગોધરા શહેરના શરદ શાહ શૈક્ષણિક સંકુલ ખાતે ગુરૂ પૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળ સંચાલિત ડો. ચમનલાલ મહેતા પ્રાથમિક શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ચંદામૃત હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળના પ્રમુખ ભૂપેશકુમાર શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શરદ દિશા કોલેજના પ્રિન્સિપાલ નીતાબેન શાહ, શાળાના પ્રિન્સિપાલ અને અન્ય શિક્ષકગણ પણ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ગુરૂના મહિમા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુરૂ પૂર્ણિમાના પાવન અવસર નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાર્થના અને ગુ‚વંદના દ્વારા ગુરૂ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને પ્રેરણાદાયી વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.