ગોધરા શહેરના બહારપુરા વિસ્તારમાં આવેલ મારવાડી વાસમાં રહેતા ચેતનભાઈ ફુલસીદાસ ચોૈહાણ પોતાના મકાનોમાં લોકોને ભેગા કરીને જુગાર રમાડે છે તેવી બાતમી બી-ડીવીઝન પોલીસના કર્મીને મળતા મારવાડીવાસમાં ચેતનભાઈ ફુલસીદાસ ચોૈહાણના મકાન પર દરોડો પાડ્યો હતો. જયાં આર્થિક લાભ મેળવવા માટે ગેરકાયદેસર રીતે માણસો ભેગા કરી હાર-જીતનો જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. પોલીસ દરોડામાં ધટના સ્થળેથી કુલ ૧૦ ઈસમોને જુગાર રમતા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. અને દાવ પર અને આરોપીની અંગઝડતી દરમિયાન રોકડા .૩,૫૨૦/- તથા આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલા રોકડા .૯,૦૦૦/- મળી કુલ રોકડા .૧૨,૫૨૦/- અને મોબાઈલ નંગ-૯ મળી જેની કિ..૩૨,૫૦૦/-, ગંજીપાની કેટ નંગ-૨ મળી કુલ .૪૫,૦૨૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.