ગોધરા તાલુકાના સામલી પંચાયતમાં ઉગમણા મુવાડામાં સ્કુલ બેગ સાથે પાણીની ડોલ લઈ પાણીની શોધમાં ભટકતા બાળકો

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા હેઠળ આવતી સામલી ગ્રામ ૫ંચાયતના ઉગમણના મુવાડા ગામમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની અછતે વિકરાળ સ્વ‚પ ધારણ કર્યુ છે. અંદાજે એક હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં પાણીના મુખ્ય સ્ત્રોત સમાન અસંખ્ય હેન્ડપંપો લાંબા સમયથી ખોટકાયા છે. જયારે સરકારી કુવો પણ અવાવ‚ બની જતાં ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સરકારની નલ સે જલ યોજના પણ અહિં સંપુર્ણપણે નિષ્ફળ સાબિત થઈ રહી છે. કારણ કે, પાણીનો મુખ્ય સંપ ગામથી એક કિ.મી.દુર હોવાથી પાણી અત્યંત અનિયમિત આવે છે. અને પુરતા ફોર્સથી પહોંચતુ નથી. જેને કારણે મહિલાઓ અને બાળકો સવારથી પાણીની શોધમાં ભટકવા મજબુર બન્યા છે. ભણવા જતાં બાળકો પીઠ પર ભારેખમ સ્કુલ બેગ અને હાથમાં પાણીની ડોલ તથા કેઈન લઈને માઈલો દુર સુધી ભટકવા મજબુર બન્યા છે. જેના કારણે તેમના અભ્યાસ પર માઠી અસર પડી રહી છે. સ્થાનિક લોકોના ધંધા-રોજગાર પર પણ ખુબ માઠી અસર પડતા સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો છે.