
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતોના સુશાસન અને વિકાસ માટે માર્ગદર્શન.
પંચમહાલ જિલ્લા પંચાયત દ્વારા ગોધરાના પંડિત દિનદયાળ (BRGF) હોલ ખાતે રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (RGSA) અંતર્ગત એક ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા કક્ષાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તાલીમ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી રમેશભાઈ કટારા, મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને પંચમહાલ જીલ્લા કલેક્ટર અજય દહીંયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તાલીમ કાર્યક્રમ દરમિયાન ગ્રામ પંચાયતોના સુશાસનને મજબૂત બનાવવા, ચૂંટાયેલા પ્રતિનિધિઓની કાર્યક્ષમતા વધારવા અને ગ્રામ વિકાસ યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ તાલીમ કાર્યક્રમ વિકાસ કમિશનરની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ અને રાજ્ય ગ્રામ વિકાસ સંસ્થાન (જઈંછઉ), અમદાવાદના સહયોગથી યોજાયો હતો. જીલ્લા અને તાલુકા કક્ષાના મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગ્રામ વિકાસને વધુ ગતિ આપવા માટે જરી માહિતી અને માર્ગદર્શન મેળવ્યું.