ધોધંબાના ભોજપુરા ગામે જુની અદાવતમાં દોરડાથી બાંધી મારમારતાં ફરિયાદ

ધોધંબાના ભોજપુરા ગામે રહેતા ફરિયાદી તેના ધરે લાઈટ બીલ લેવા જતાં આરોપીઓ જુની અદાવત રાખી ફરિયાદીને પકડી દોરડા વડે બાંધી દીધો હતો અને પટ્ટા અને લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ધોધંબા તાલુકાના ભોજપુરા ગામેથી રીછડી ફળીયામાં રહેતા આરોપી સંજયભાઈની બહેન ફરિયાદી અરવિંદભાઈ ભીખાભાઈ પરમાર સાથે જતી રહેલ હોય અને અરવિંદભાઈ પોતાના ધરે લાઈટ બીલ લેવા ગયો હતો, ત્યારે અરાોપીઓ સંજયભાઈ પરમાર, મુકેશભાઈ ઉદેસિંહ પરમાર, રાજેશભાઈ દલપતભાઈ પરમાર એ ફરિયાદીને ઉભો રાખ્યો હતો અને દોરડા વડે બાંધી દીધો હતો અને પટ્ટા અને લાકડી વડે મારમારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.