ફતેપુરા ગ્રામ પંચાયતની બેદરકારીથી ગામમાં પાણીનો વેડફાટ તેમજ આખા ગામમાં સ્વચ્છતાનો અભાવ રજૂઆત મુદ્દે કોઈ કાર્યવાહી નહીં

ફતેપુરા એક તાલુકા પ્લસ ગામ છે, અહીંયા જોવા જઈએ તો નેતાઓનો પડછાયો પણ બહુ સારો છે, પરંતુ કહેવત મુજબ કમર બાંધી અને તેની કાર્યવાહી કરવા કોઈ તૈયાર નથી.

અહીંયા તાલુકા ના તેમજ મામલતદાર વિગેરેને લોકો દ્વારા રજૂઆતો કરવા છતાં કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો હોય કે કોઈ કે કે સરકારી દુકાનોમાં પકડાયેલું અનાજ લોકો એ જાતે પકડીને પોલીસને સોંપી કાર્યવાહી કરવા માટે મામલતદારને જણાવેલ પરંતુ આ યુગમાં આનો ક્યાં નિકાલ થાય અધિકારીઓના તો પેન્ટ જ ફાટેલા છે શું કરે બિચારા, ઠીક છે આ તો કળિયુગ છે એટલે ચાલ્યા કરે લોકો ગમે એટલું કહે કે અહીંયા આમ ચાલે છે તો પગલાં લો પણ ના થાય. મોદી ગમે એટલું કરે પરંતુ આનો કોઈ રીઝન કેમ નથી આવતું? અધિકારીઓ કેમ મૌન સેવે છે, રહી ગ્રામ પંચાયતની વાત તો ગામની અંદર ગમે તેટલી લોકો ખરાબ પ્રવૃત્તિઓ કરતા હોય કચરો રોડ ઉપર નાખતા હોય પાણીનો ફેરફાર થતો હોય રસ્તા ઉપર ખૂબ જ ગંદકી હોય રજૂઆત કર્યા છતાં લોકલ ગ્રામ પંચાયતના તમામ કાર્યકરોની કોઈ સુનાવણી નથી કરતા અને સ્વચ્છતા માટે કોઈ પહેલ કરતા નથી ખરેખર ગ્રામ પંચાયતે બજારની અંદર ટ્રેક્ટર દ્વારા કચરો ઉઠાવવાની જેહેમત તો છે, પરંતુ સાથે માણસો રાખી અને રોડ ઉપર કચરો પડ્યો હોય તો ઉઠાવીને ટ્રેક્ટરમાં નાખવા માટે પણ રજૂઆતો કરેલી ગ્રામ સભામાં પણ રજૂઆત કરેલી પરંતુ તેનો ઉકેલ કેમ નથી.

વિગતવાર જોવા જઈએ તો આ લોકો પોતાના નામ માટે ચૂંટણી લડી ઉભા રહી નામના મેળવી લેશે અને એમની પાસે સમય ક્યાં છે તેઓ પોતાના ધંધામાં મસગુલ રહે છે તો જે માણસો કામ કરે એવા હોય તેઓને ઊભા રહી કામ કરવા દો તમારાથી ના થતું હોય તો રાજીનામું આપી દો મોદી થાકી ગયા બોલી બોલીને સ્વચ્છતા માટે આટલો બધો સ્વચ્છતા માટે પૈસો આવે છે એ ક્યાં જાય છે કોઈ સમજાતું નથી ક્યારે સુધરશે સેવાભાવી લોકો તે જાણવું રહ્યું. આ દરેક બાબતે ઉપલા અધિકારીઓ રસ લઈ અને ફતેપુરાને બચાવે અને દરેક કાર્યશીલમાં મદદગાર થાય તેવી ગ્રામજનોની ભલામણ છે .