ધાનપુરના નવાનગરમાં દુકાનમાં આગ લાગતા રોકડ અને દાગીના બળીને ખાખ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગરમાં એક દુકાનમાં લાગેલ આગમાં દુકાનનો સરસામાન, ચાંદીના ધરેણા તેમજ રોકડા પાંચ લાખ રૂપિયા ખાખ થઈ ગયા હતા.

ધાનપુરના નવાનગર ગામે રહેતા દુકાનના માલિક ભુરિયા વિજયભાઈ દલસીંગભાઈની દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. અને આગની લપેટમાં સંપુર્ણ દુકાન આવી જતાં દુકાનમાં મુકી રાખેલ સરસામાન, ચાંદીના ધરેણા તેમજ રોકડા રૂ.૫ લાખ આગની ચપેટમાં આવી ગયા હતા. આ લાગતાની જાણ થતાં વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી. જેની જાણ કરાતા ફાયર ફાઈટરના લશ્કરોએ સથળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ધટનામાં દુકાન માલિક ભુરિયા વિજયભાઈ દલસીંગભાઇને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.