દેવાયત ખવડને હાઈકોર્ટથી રાહત, ધરપકડ પર ૨૩ ફેબ્રુઆરી સુધી રોક

લોકડાયરા કલાકારદેવાયત ખવડને ચાંગોદર બબાલ કેસમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી વધુ સમય માટે હંગામી રાહત મળી છે. આગોતરા જામીન અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરેન્ડર કરવાની મુદત ૨૩ ફેબ્રુઆરી સુધી લંબાવી છે. અગાઉ થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે કડક ટિપ્પણી કરી હતી કે અરજદૃાર પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે અને માથાભારે સ્વભાવ ધરાવે છે. ત્યારબાદૃ તેમને ૯ ફેબ્રુઆરી સુધી ધરપકડથી રાહત આપવામાં આવી હતી, જે હવે વધારીને ૨૩ ફેબ્રુઆરી સુધી કરી દૃેવામાં આવી છે.

દૃેવાયત ખવડ વિરુદ્ધ ચાંગોદર પોલીસ મથકે માથાકૂટની ફરિયાદૃ નોંધાઈ હતી, જેમાં ધરપકડ બાદ તેમને શરતી જામીન આપવામાં આવ્યા હતા. શરત મુજબ તેઓ ફરી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાશે નહીં, પરંતુ બાદમાં તાલાલામાં યુવક પર હુમલો કર્યાનો આરોપ લાગતા અમદૃાવાદ કોર્ટે તેમના શરતી જામીન રદૃ કરી દૃીધા હતા. ત્યારબાદ દૃેવાયત ખવડે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી.

હાઈકોર્ટમાં રજૂઆત દરમિયાન જણાવાયું હતું કે દૃેવાયત ખવડ સામે કુલ છ ગુના નોંધાયેલા છે. તેમાં ત્રણ કેસમાં તેઓ નિર્દૃોષ છૂટ્યા છે, બે કેસમાં સમાધાન થયું છે, જ્યારે એક કેસ હજુ પેન્ડિંગ છે. ચાંગોદર બબાલ કેસમાં હવે ૨૩ ફેબ્રુઆરીએ આગળની સુનાવણી થશે અને ત્યાં સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવશે નહીં.

ચાંગોદૃર વિસ્તારમાં બનેલા બનાવ બાદ લગભગ પાંચ મહિના પછી દૃેવાયત ખવડ અને સનાથલના ધ્રુવરાજિંસહ ચૌહાણ વચ્ચે સમાધાન થયું હતું. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવીને વિવાદૃ સમાપ્ત કર્યો હતો. વિવાદૃની શરૂઆત ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ ડાયરાના કાર્યક્રમમાં દૃેવાયત ખવડ હાજર ન રહેતાં થઈ હતી, જેના કારણે તેમની કારના કાચ તોડવામાં આવ્યા હતા. બાદૃમાં ૧૨ ઓગસ્ટે ધ્રુવરાજિંસહ પર થયેલા હુમલા પછી કાયદૃાકીય કાર્યવાહી શરૂ થઈ હતી, જોકે ૨૮ ડિસેમ્બરે બંને પક્ષે સમાધાન કરી લીધું હતું.

૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ અમદૃાવાદના સનાથલ ગામે ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દૃેવાયત ખવડ હાજર ન રહેતાં તેમની કાર પર હુમલો થયો હતો. આ ઘટનામાં પોલીસે ધાડની કલમ હેઠળ અનેક લોકો સામે ગુનો નોંધ્યો હતો.

હુમલાના આરોપી ભગવતિંસહ ચૌહાણે દૃેવાયત ખવડ સામે આઠ લાખ રૂપિયાની છેતરિંપડીની ફરિયાદૃ નોંધાવી હતી, ત્યારથી બંને જૂથ વચ્ચે દૃુશ્મનાવટ શરૂથઈ હતી.

૧૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ તાલાલાના ચિત્રોડ ગામે દૃેવાયત ખવડ અને તેમના સાથીઓએ ધ્રુવરાજિંસહ ચૌહાણ પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપ છે કે કારથી ટક્કર મારી, લોખંડના ધોકાથી કાચ ફોડ્યા, રિવોલ્વર બતાવી ધમકી આપી અને સોનાનો દૃોરો લૂંટ્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે તાલાલા અને બાદૃમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.