
DIET ખાતે યોજાયેલા ઇનોવેશન ફેરમાં દેસાઈવાડા પ્રાથમિક શાળાના શિક્ષિકા નીલમબેન જાદવનો નવતર પ્રયોગ મોબાઈલ ગેમ્સના માધ્યમથી અઘરૂ વ્યાકરણ બન્યું, રમત વર્તમાન યુગ ટેકનોલોજીનો છે અને શિક્ષણ ક્ષેત્રે પણ હવે ડિજીટલ ક્રાંતિ અનિવાર્ય બની છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ (NEP) માં પણ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ વિઝનને સાકાર કરવા દાહોદ તાલુકાની દેસાઈવાડા પ્રાથમિક શાળાના ભાષા શિક્ષિકા નીલમબેન જાદવ દ્વારા એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. તેમણે ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષયના વ્યવહારિક વ્યાકરણને લગતી ખાસ ‘ડિજીટલ ગેમ્સ’ તૈયાર કરી છે, જે તાજેતરમાં દાહોદDIETખાતે યોજાયેલા જીલ્લા કક્ષાના ઇનોવેશન ફેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
કંટાળાજનક વ્યાકરણ હવે બન્યું મનોરંજક રમત સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ભાષામાં વ્યાકરણ શીખવું કંટાળાજનક અને અઘરૂ લાગતું હોય છે. સંજ્ઞા, વિશેષણ, સંધી કે સમાસ જેવી સંકલ્પનાઓ ગોખવાને બદલે સમજવી જરી છે. નીલમબેને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ગેમિફિકેશનનો સહારો લીધો છે. તેમણે તૈયાર કરેલી ડિજીટલ ગેમ્સમાં વિદ્યાર્થીઓ પ્રશ્ર્નોના જવાબ આપીને પોઈન્ટ્સ મેળવે છે અને આગળના લેવલ પર પહોંચે છે. આ પ્રક્રિયામાં બાળકને ભણવાનો ભાર લાગતો નથી, પરંતુ એક રમત રમતા હોય તેવો આનંદ મળે છે.
અધ્યયન નિષ્પત્તિઓ સિદ્ધ કરવામાં ડિજીટલ ગેમ્સ આશીર્વાદરૂપ…
શિક્ષણમાં મુખ્ય ઉદ્દેશ્ય ‘અધ્યયન નિષ્પત્તિ’ (Learning Outcomes) સિદ્ધ કરવાનો હોય છે. આ ડિજીટલ પ્રયોગ દ્વારા દેસાઈવાડા શાળાના વિદ્યાર્થીઓમાં ગુજરાતી વ્યાકરણ પ્રત્યેની ચિ વધી છે. જ્યારે બાળક મોબાઈલ કે ટેબલેટ પર વ્યાકરણ આધારિત ક્વિઝ કે ગેમ રમે છે, ત્યારે તેની તર્કશક્તિ ખીલે છે. આ પદ્ધતિથી અઘરા મુદ્દાઓ પણ લાંબા સમય સુધી યાદ રહે છે, જે પરંપરાગત ચોક-એન્ડ-ટોક પદ્ધતિ કરતા વધુ અસરકારક સાબિત થઈ રહી છે.
એકમ કસોટી અને સત્રાંત પરીક્ષામાં ગુણવત્તાલક્ષી સુધારો…
શાળામાં લેવાતી સાપ્તાહિક એકમ કસોટીઓ અને સત્રાંત પરીક્ષાઓના પરિણામોમાં આ પ્રયોગ બાદ મોટો ઉછાળો જોવા મળ્યો છે. વ્યાકરણ વિભાગમાં જ્યાં બાળકો અગાઉ ગુણ ગુમાવતા હતા, ત્યાં હવે તેઓ પૂરા માર્કસ મેળવી રહ્યા છે. નીલમબેન જણાવે છે કે, “ડિજીટલ ગેમ્સ દ્વારા વિદ્યાર્થીઓ વારંવાર પ્રેક્ટિસ કરી શકે છે, જેનાથી તેમની ભૂલો સુધરે છે અને આત્મવિશ્ર્વાસ વધે છે.”
સ્પર્ધાત્મક પરીક્ષાઓના પાયાની મજબૂત તૈયારી…
આ પ્રયોગ માત્ર શાળાકીય પરીક્ષાઓ પૂરતો મર્યાદિત નથી. ભવિષ્યમાં જ્યારે આ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપશે, ત્યારે ગુજરાતી વ્યાકરણનો પાયો ખૂબ જ કામ આવશે. પ્રાથમિક સ્તરે જ ડિજીટલ માધ્યમથી વ્યાકરણ પાકું થવાને કારણે બાળકોને પાયાનું જ્ઞાન સચોટ મળે છે. DIET ખાતે ઉપસ્થિત રહેલા કેળવણીકારોએ પણ આ નવતર પ્રયોગને બિરદાવતા કહ્યું હતું કે આવા પ્રયોગો અન્ય શાળાઓમાં પણ અમલી બનવા જોઈએ.
શિક્ષિકાની મહેનત અને ટેકનોલોજીનો સુભગ સમન્વય…
નીલમબેન જાદવનો આ પ્રયાસ સાબિત કરે છે કે જો શિક્ષક ઉત્સાહી હોય તો સરકારી શાળાના બાળકોને પણ વિશ્ર્વસ્તરીય ટેકનોલોજીનો લાભ મળી શકે છે. તેમણે સ્વપ્રયત્ને આ ગેમ્સ ડિઝાઇન કરી છે, જેમાં ઓડિયો-વિઝ્યુઅલ ઈફેક્ટ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રયોગ દાહોદ જીલ્લાની અન્ય પ્રાથમિક શાળાઓ માટે પણ એક દિશાસૂચક બન્યો છે, જે દર્શાવે છે કે ‘સ્માર્ટ ક્લાસ’ નો સાચો ઉપયોગ કેવી રીતે થઈ શકે.