
ભોલે ભક્તિની લહેર હજારો જીવો એ શિવનું શરણું લીધું: કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુ પલેસ તંત્ર દ્વારા સુરક્ષાને પ્રબંધ.
મહાશિવરાત્રી પર્વ દાહોદ શહેર સહિત જીલ્લાના શિવાલયો ‘હર હર મહાદેવ, અને ‘બમ બમ ભોલે’ ના જયકારાથી ગુજ્જુ ઉઠયા હતા તેમજ દાહોદ શહેર સહિત જીલ્લા ના શિવાલયોમાં વહેલી સવારથી શવિલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક કરવા તેમજ બીલીપત્ર ચઢાવી પૂજા અર્ચન કરવા શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. શિહોત્સવ પર્વ નિમિત્તે દાહોદ શહેરના મનકામેશ્ર્વર મંદિર, ત્રંબકેશ્ર્વર મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, નીલકંઠેશ્ર્વર મંદિર, લેનના મહાદેવ મંદિર સહિતના શિવાલયો લાઈટ ડેકોરેશન થકી સજાવવામાં આવ્યા હતા. શહેર સહિત જીલ્લાના શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી મહાશિવરાત્રી પર્વની ઉત્સાહભેર રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. દાહોદમાં શિવરાત્રી પર્વે ખાન નદી તેમજ દૂધીમતી નદીના સંગમ સ્થળે દર વર્ષની જેમ આ વખતે પણ શિવરાત્રીનો મેળો ભરાયો હતો. જેનો દાહોદ વાસીઓએ આનંદ માણ્યો હતો. શિવોત્સવની ઉજવણીના ભાગપે આ વર્ષે પણ શહેરના ગોધરા રોડ ખાતે આવેલ નીલકંઠેશ્ર્વર મહાદેવથી ભવ્ય શિવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવયાત્રામાં વિવિધ ઝાંખીઓ એ ભારે આકર્ષણ જમાવ્યું હતું. શિવયાત્રા નીલકંઠેશ્ર્વર મહાદેવથી નીકળી ગોધરા રોડ જકાતનાકાથી જનતા ચોક, ભગિની સમાજ, માણેકચંદ ચોક, જૂની નગરપાલિકા ચોક થઈ એમજી રોડ પરથી નીલકંઠેશ્ર્વર મહાદેવે પરત ફરી હતી. શિવયાત્રાને શહેરમાં ઠેર ઠેર પુષ્પવર્ષા થકી વધારવામાં આવી હતી. આરતી બાદ શિવયાત્રાનું સમાપન થયું હતું. ત્યારબાદ નીલકંઠેશ્ર્વર મહાદેવના પટાંગણમાં મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો શિવ ભક્તોએ મહાપ્રસાદી આરોગી ધન્યતા અનુભવી હતી. આમ દાહોદ શહેરમાં મહાશિવરાત્રી પર્વની ઉત્સાહભેર રંગેચંગે ઉજવણી કરવામાં આવતાં સમગ્ર દાહોદ શહેર શિવમય બન્યું હતું. ઝાલોદના પંચમાખી માંડલેશર મહાદેવ મંદિરે મેળો.