દાહોદ જિલ્લાના જેસાવાડા ખાતે આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષિય વિદ્યાથીનીએ ફાંસો ખાઈ આપધાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર જેસાવાડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય(આશ્રમશાળા)માં ધો.-૧૦માં અભ્યાસ કરતી ૧૫ વર્ષિય વિદ્યાર્થીની શિલ્પાબેન પલાસે આશ્રમના ૫ોતાના મમાં પંખા સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ધટનાની જાણ થતાં જ આશ્રમશાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી. જે દિકરીના હાથમાં પેન અને ચોપડીઓ શોભતી હતી તે દિકરીને ફાંસાના ટુંપા પર લટકતી જોઈને આશ્રમનો સ્ટાફ અને અન્ય બાળકો કંપી ઉઠ્યા હતા. જયારે માતા-પિતાને દિકરીના આપધાતના સમાચાર મળ્યા ત્યારે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. દિકરીના અકાળે અવસાનથી પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી. ધટનાની જાણ થતાં પોલીસની કાફલો ધટના સ્થળે આવી પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી જરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતદેહને પી.એમ.અર્થે ખસેડી સગીરાએ કયાં કારણોસર આપધાત કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી.