
આજે મનમુકીને પડેલ વરસાદને લઈ દાહોદ શહેરના માર્ગોમાં પાણી ભરાઈ ગયા હતા. નગર પાલિકાની પ્રેમોન્સનની કામગીરીની પોલ ખુલી ગઈ હતી. વાહન ચાલકો ભારે પરેશાન થઈ ગયા હતા.
શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
દાહોદ શહેર જીલ્લામાં આજે બપોર બાદ મનમુકી મેઘરાજા વરસ્યા હતા. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ભારે બફારો થઈ રહ્યો હતો. બપોર પછી અચાનક મૂકી વરસાદ વરસતા લોકોને રાહત થઈ ગઈ હતી.
દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. ખાસ કરીને દાહોદ શહેરમાં માત્ર એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં પાણી પાણી થઈ ગયું હતું. શહેરના સ્ટેશન રોડ, અનાજ બજાર અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ ભારે આકાશી આફત વચ્ચે તંત્રની પ્રેમોન્સુનની પોલ ખુલી ગઈ હતી. ભારે વરસાદના પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ખેડૂતો માટે વાવણી માટે વરસાદ આશીર્વાદપ સાબિત થશે ખેતરોમાં પાણી આવતા ખેડૂતો એ વાવણીની તૈયારીઓ કરી દીધી છે, એક તરફ વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાએ વહીવટી તંત્રની કામગીરી ઉપર સવાલો ઊભા કર્યા છે.
દાહોદ શહેર જીલ્લામાં બપોરના બે વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધીમાં વરસાદના નોંધાયેલ આંકડા જોઈએ તો દાહોદ તાલુકામાં ૪૬ મિલી વરસાદ સાથે જ મેઘરાજા સોથી વધુ મહેરબાન રહ્યા છે. આ ઉપરાંત ગરબાડામાં ૧૩ મિલી ફતેપુરા અને લીમખેડામાં ૧૦,૧૦ મિલી, સંજેલી અને ગોવિંદગુ લીમડીમાં ૯,૯ મિલી ઝાલોદમાં ૮ મિલી, ધાનપુરના ૫ મિલી, સિગવડ અને સુખસરમાં ૩ ,૩ મિલી અને દે બારિયામાં ૨ મિલી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ ઘરતી પુત્રોમંા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
દાહોદ સ્માર્ટ સિટી નો દાવો કરતું તંત્ર સિઝનનો પ્રથમ વરસાદ માંજ નિષ્ફળ સાબિત થયું હોય તેમ રોડ ઉપર અને લોકોની ગાળિયોમાં પાણી ભરાઈ ગયા હતા.
વરસો જૂની આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નગર પાલિકાનું તંત્ર વામણું સાબિત થયું છે. મુખ્ય માર્ગો ઉપર ભરાયેલ પાણીના નિકાલની વ્યવસ્થા ક્ષ હોવાના કારણે લોકોને પોતાના વાહનો બંધ થઈ ગયા હતા અને ભારે મુસીબતોનો સામનો કરી રહ્યાં હતા. લોકોમાં આવી તંત્રની આવી કામગીરીને લઈ ભારે રોષ જોવા મળ્યો હતો.