
છોટા ઉદેપુર જીલ્લામાં ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાઈ ગયા છે. સંખેડા તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં પૂર આવતા કંટેશ્ર્વર ખાતેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આના પરિણામે કંટેશ્ર્વરથી કાલી તલાવડીને જોડતો માર્ગ બંધ થઈ ગયો છે.
કોઝવે પાણીમાં ડૂબી જવાથી કંટેશ્ર્વર અને આસપાસના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને હવે કસુંબીયા થઈને લગભગ ૧૦ કિલોમીટરનો લાંબો ફેરાવો કરીને અવરજવર કરવી પડી રહી છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસા દરમિયાન કંટેશ્ર્વરનો આ કોઝવે પાણીમાં ગરકાવ થવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. સ્થાનિકોની ફરિયાદ છે કે વહીવટીતંત્ર દ્વારા અહીં પુલ બનાવવામાં ઉણપ જોવા મળી રહી છે, જેના કારણે ગ્રામજનોને દર વર્ષે મુશ્કેલી વેઠવી પડે છે.