બોડેલી રેલવે ફાટક 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી બંધ : સમારકામને કારણે ભારે વાહનોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે

બોડેલી નજીક ઢોકલોયા પાસે આવેલો રેલવે ફાટક આગામી ચાર દિવસ માટે બંધ રહેશે. રેલવે વિભાગ દ્વારા સમારકામના કામને કારણે 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2025 સુધી ફાટક સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

રેલવે વિભાગે ફાટક બંધ રાખવા અંગેના બોર્ડ લગાવ્યા છે. આ ફાટક વડોદરાને મધ્યપ્રદેશ સાથે જોડતા મુખ્ય હાઈવે પર આવેલો છે. ફાટક બંધ થવાથી ખાસ કરીને ભારે વાહનચાલકોને લાંબા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે. નાના વાહનો બોડેલી નગરના ગરનાળામાંથી પસાર થઈ શકશે, પરંતુ મોટા અને ભારે વાહનો માટે આ માર્ગ અવ્યવહારૂ બનશે. આ જાહેરાતને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં ચર્ચાનો