ભાવનગરમાં કોસ્મેટિક વેપારી સાયબર ક્રાઈમમાં ફસાયો, ૧૭ લાખથી વધુની છેતરપીંડી કરાઇ

શહેરમાં અપરણિત વેપારી યુવાનને ડેટીંગ એપમાં મળેલી યુવતીએ વિશ્ર્વાસમાં લઈને ગોલ્ડ ટ્રેડિંગમાં વળતા નફાની લાલચ આપીને વિશ્ર્વાસઘાત કરી છેતરપિંડી કરતા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ અજાણી વ્યક્તિ વિરુદ્ધ નોંધાઈ છે. પોલીસે ફરિયાદને પગલે આગળની તપાસ હાથ ધરી છે.

ભાવનગર શહેરના અપરણિત વેપારી યુવાનને ઓનલાઈન ડેટીંગમાં યુવતી મળેલી હતી, વિશ્ર્વાસમાં લઈને ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણ કરાવીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે. વેપારીના પૈસા જતા ભાવનગરની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં યુવતી અને જે નંબરનો ઉપયોગ કરનાર સહિત વિગતો સાથે અજાણી વ્યક્તિ સાથે વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. જો કે પોલીસ દ્વારા ફરિયાદને પગલે આગળની તપાસ હાથ ધરી છે.

ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી નિલેશ હંસરાજ પોશીયાએ ફરિયાદ નોંધાવી હતી, કે તે બોરતળાવ વિસ્તારમાં શિવનગર સોસાયટીમાં રહે છે. શહેરમાં ગોલ્ડન શેરી શોપ નંબર સાત ગ્રાઉન્ડ લોર નાણાવટી ચેમ્બર ખાતે કોસ્મેટિક પ્રોડક્શનની દુકાન છે, તેના એસબીઆઇ અને એયું સ્મોલ ફાઇનાન્સ બેક્ધમાં તેના એકાઉન્ટ આવેલા છે.

ફરિયાદ પ્રમાણે નિલેશભાઈ ૪ મહિના પહેલા એક ડેટીંગ એપને અપરણિત હોવાના પગલે ડાઉનલોડ કરે ત્યારે ૭/૧૦/૨૦૨૫ના રોજ એક વ્યક્તિનો મેસેજ આવ્યો હતો, તેનું યુઝરનેમ તેમને ખબર નથી, પછી યુવતી સાથે વાતચીત કરતા તેમનો પોતાનો વોટ્સએપ નંબર આપેલો ત્યારબાદ દિવાળીના તહેવારમાં મેસેજ આવેલો ત્યારે એ યુવતીએ પોતાનું નામ સોના મુખર્જી હોવાનું જણાવેલું અને વાતચીત કરી હતી.

ફરીયાદ પ્રમાણે દિવાળીના તહેવારોમાં નિલેશભાઈ યુવતી સાથે વાતચીત શરૂ કરી હતી, ત્યારે તેને પૂછેલું તમે શું કરો છો?, ત્યારે નિલેશભાઈ કહેલું મારે પોતાનો બિઝનેસ છે, ત્યારે યુવતીએ કહેલું હું સ્ટોક માર્કેટમાં રોકાણ કરું છું. સારો એવો ફાયદો મળે છે, તમે પણ કરો. આથી ગોલ્ડ ટ્રેડિંગમાં ૩૦ ટકા નફો મળતો હોવાને પગલે નિલેશભાઈને જણાવ્યું હતું. જેમાં ઈંટાઈરી ઇન્ટરનેશનલ યુએસ સીસી લિંક મોકલી આપેલી જેમાં કસ્ટમર કેરમાં બેંક એકાઉન્ટ નાખવા કહ્યું હતું.

ફરીયાદ પ્રમાણે નિલેશભાઈ પ્રથમ ૪૦,૦૦૦ વિશ્ર્વાસમાં આવીને રોક્યા હતા. જેમાં લિંકમાં ૬,૦૦૦નો નફો પણ બતાવતા હતા. તેમણે ૧૭,૦૦,૦૪૭ જેવી કિંમતનું રોકાણ કર્યું હતું, ત્યારે તેમને પૈસા ઉપાડવા કહ્યું, ત્યારે નફા સહિતની રકમ ઉપર ૧૦ ટકા કરન્સી કન્ઝરવન ફી ભરવાનું કહેતા તેમને શંકા ગઈ હતી. આથી તેમને અજાણી વ્યક્તિ વિરુદ્ધ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.