દે.બારીઆમાં ધમધમતી પેથોલોજી લેબમાં દર્દીઓ પાસેથી મનમાનીથી વસુલાતી હોવાની બુમ

દે.બારીઆ શહેરમાં ઠેર ઠેર શ‚ થયેલી પેથોલોજી લેબોરેટરીઓમાં ખાનગી તબીબોએ લખી આપેલ ચિઠ્ઠીના આધારે દર્દીઓના રિપોર્ટ કાઢી ચાર્જના નામે લોકો પાસેથી આડેધડ ફી લેવાતી હોવાની બુમો ઉઠી છે. ત્યારે સંલગ્ન તંત્રનુ સુચક મોૈન સામાન્ય લોકોને હેરાન કરી રહ્યુ છે.

દે.બારીઆ તાલુકા મથકે મોટી સંખ્યામાં ખાનગી દવાખાના સહિત અદ્યતન હોસ્પિટલો કાર્યરત છે. હાલના સંજોગોમાં માત્ર તપાસના નામે ડોકટરો દર્દીઓ પાસેથી તગડી ફી વસુલતા હોય છે. સાથે રોગનુ નિદાન કરવા માટે પેથોલોજી લેબોરેટરીના રિપોર્ટ કઢાવવાનુ જ‚રી ગણાવે છે. જેના આધારે રોગની દવા તથા સારવાર કરે છે. દે.બારીઆમાં આડેધડ પેથોલોજી લેબોરેટરીઓ પણ કાર્યરત થઈ છે. આ લેબોરેટરીઓના સંચાલકો તબીબની ચિઠ્ઠીના આધારે નિદાન રિપોર્ટ કાઢી આપી તેની સામે દર્દીઓ પાસેથી મોટી ફી વસુલતા હોવાનુ દર્દીઓ તેમજ તેમના સંબંધિઓ જણાવી રહ્યા છે. દર્દીઓ દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે કે, તબીબો તેમના જાણીતા લેબોરેટરીવાળાને ત્યાંથી જ રિપોર્ટ કઢાવવા માટે લખી આપે છે. જેના કારણે તેમને કમિશન મળતુ હોય છે. ત્યારે નગરની કેટલીક લેબોરેટરીઓમાં ડિગ્રી વગરના કર્મચારીઓ દ્વારા કરાતા લેબ ટેસ્ટ સામે પણ તંત્ર દ્વારા તપાસ કરી પગલા લેવા માંગ ઉઠી છે.