દે.બારીઆ નગરમાં કોલેજ પાછળ સ્ટેટ વિસ્તાર નજીક આવેલા પાણીના એક ખુલ્લા સંપમાં શિકારની શોધમાં આવેલો દિપડો અચાનક ખાબકયો હતો. મોડીરાત્રે દિપડો પડવાનો અવાજ આવતા અને તેની હાજરી જણાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ધટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ ધટના સ્થળે દોડી આવી વિસ્તારને કોર્ડન કર્યો હતો. વન કર્મીઓએ મોડીરાત સુધી ભારે જહેમત ઉઠાવી દિપડાને બહાર કાઢવાનુ રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યુ હતુ. લાંબા પ્રયત્નો બાદ વનવિભાગે દિપડાને સુરક્ષિત રીતે સંપમાંથી બહાર કાઢી પાંજરે પુરતા તંત્ર અને સ્થાનિક રહિશોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. વનવિભાગ દ્વારા દિપડાને સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.