
આજે તબીબી ક્ષેત્રની સામાન્ય સારવાર પણ ગરીબ દર્દીઓને પોષાય નહિ એટલી મોંઘી થઈ ગઈ છે. ત્યારે બાલાસિનોરના કે.એમ.જી.જનરલ હોસ્પિટલ દ્વારા ગરીબ અને છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવા પહોંચે તેવા આશય સાથે વર્ષ-૧૯૭૫ માં ઈચ્છાબેન ઓચ્છવલાલ જેઠાલાલા દેસાઈ(દેડકી)મોબાઈલ વિભાગ શ કરવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ મોબાઈલ મેડિકલ વાનમાં એમ.બી.બી.એસ.તબીબ અને નર્સિંગ સ્ટાફ સપ્તાહમાં ૫ દિવસ કોઈ એક ગ્રામ્ય ટ નકકી કરીને નીકળે છે. ફકત ૨ પિયાની ટોકન ફી લઈ મોબાઈલ હોસ્પિટલમાં દર્દીનુ નિદાન કરીને રોગને અનુપ દવા પણ વિના મુલ્યે આપવામાં આવે છે.
બાલાસિનોર નજીક આવેલા ૧૫ ગામડા સુધી આ મોબાઈલ હોસ્પિટલની સેવા છેલ્લા ૫૧ વર્ષથી ગામડે ગામડે ફરીને આપવામાં આવી રહી છે. એપ્રિલ-૨૦૨૫ થી જાન્યુઆરી-૨૦૨૬ સુધીના ૧૦મહિનામાં ૩૧૩૧ દર્દીઓએ મોબાઈલ મેડિકલનો લાભ લીધો છે. દર્દીઓને નિદાન કરીને આ સમય દરમિયાન કુલ .૧.૨૪ લાખની દવાઓ પણ મફતમાં આપવામાં આવીરહી છે. આધુનિક યુગમાં પણ પરંપરાગત સેવા ભાવના જાળવી રાખીને આ હોસ્પિટલે માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુ પાડ્યુ છે. ગ્રામિણ જનતા માટે આ મોબાઈલ હોસ્પિટલ ખરા અર્થમાં જીવનરક્ષક બની રહી છે.