આજરોજ સ્માર્ટ સિટી દાહોદના ગાંધી ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચાની આગેવાનીમાં દિલ્હી ખાતે AI સમિટમાં કોંગ્રેસ દ્વારા થયેલ સેમલેસ ષડયંત્રનો રાહુલ ગાંધીના પૂતળા દહન કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો.

આજરોજ સ્માર્ટ સિટી દાહોદના ગાંધી ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચાની આગેવાનીમાં દિલ્હી ખાતે AI સમિટમાં કોંગ્રેસ દ્વારા થયેલ સેમલેસ ષડયંત્રનો રાહુલ ગાંધીના પૂતળા દહન કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપા દાહોદ શહેરના પ્રમુખ અને FCI ગુજરાત રાજ્યના સદસ્ય અર્પિલ શાહ, દાહોદ નગર ભાજપાના મહામંત્રી સત્યેન્દ્રસિંહ સોલંકી, નગરપાલિકાના પ્રમુખ નીરજ દેસાઈ, દાહોદ જીલ્લા ભાજપા યુવા મોરચાના પ્રમુખ હાર્દિક પટેલ તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.