દે.બારીયા શહેરમાં ગયા બુધવારની રાત્રે એટલે ત્રણ વાગ્યાના સુમારે ધોધમાર વરસાદ ખાબકયો હતો. કોઈને સવારે ઉઠીયા ત્યારે ખબર પડી હતી કે, મોડી રાત્રે વરસાદ પડયો છે. જ્યારે તા.૨૧/૦૨/૨૦૨૬ના શુક્રવારે વહેલી સવારે પરોઢે સપ્તાહમાં બીજીવાર વરસાદ વરસતા જાણે શિયાળાની સીજન હજુ પુરે પુરી સમાપ્ત થઈ નથી ને નવો અષાઢી માહોલ આમ જનતાને જોવા મળતા સવારે ઉડીને એકબીજાને કહેતા હતા કે, ચોમાસું નવું બેઠું છે. પરંતુ આ તો કમોસમી વરસાદ કહો કે વેર્સ્ટન ડીસ્ટપ કહો આ તો નુકશાન પહોંચાડનારો કમોસમી વરસાદ વારંવાર થઈ રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા પંથકમાં ગયા બુધવારની રાત્રે તથા શુક્રવારની વહેલી પરોઢે કમોસમી વરસાદ એ પણ ધોધમાર વરસાદ વરસતો જોઈ તમામ દંગ રહી ગયા હતા. આ લેખ લખાઈ રહ્યો છે. ત્યારે ૧૧-૦૦ વાગ્યા છે. દિવસના ત્યારે પણ કાળા ડીંબાગ વાદળો ધેરાવા માંડયા છે અને વરસાદ શ પણ થઈ ચુકયો પરંતુ સવારથી ઓછો વરસી રહ્યો છે. તેના કારણે ખેડુત ભાઈઓ ચિંતામાં મુકાયા છે. હાલના કમોસમી વરસાદથી બાગાયતી પાકમાં તરબુચ, સકાટેટી, ટામેટાં, ભીંડા, કાકડીના પાકમાં જીવાત પડી જવાની ભીંતિ સવાઈ રહી છે.
જ્યારે આંબા પર કેરીના પાક માટે માર્ચ માસથી ફુલો આવવાના શ થયા છે તો કેરીના મોરને નુકશાની થવાની એ નકકી તેવું ખેડુતોમાં ચર્ચાઈ રહ્યું છે. દસકોના બાદ ફેબ્રુઆરી ૨૦૨૬માં ઉંચો તાપમાન રહેતા ધઉંૅ જવા પાકને તેની અસર વર્તાવવાની છે અને ઉપરથી પડતામાં પાટુ ધોધમાર વરસાદએ પણ કલાક વરસાદ વરસતા ધઉંના પાક હાલમાં ખેતરોમાં ઉભો છે તો તેના હાલ ખેડુતો જણાવશે ખેડુતોની હાલના વર્ષે જાણે દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. બીજા અન્ય ધંધા રોજગારવાળાને માવઠાની અસર ઓછી વર્તાતી હોય છે. ધરતી પુત્રોથી જાણે કુદરત પણ નારાજ છે ?