શહેરા તાલુકાના એક ગામની સગીરાની છેડછાડ રજુ થયેલ ચાર્જશીટ બાદ આરોપીના રેગ્યુલર જામીન નામંજુર કરતી કોર્ટ

શહેરા તાલુકાના એકગામની સગીરાની રસ્તામાં આરોપીએ પકડી હતી અને સગીરા સાથે છેડછાડ કરી હતી. આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનામાં આરોપીને ઝડપી કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસ તપાસ બાદ ચાર્જશીટ રજુ કરાઈ હતી. ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન અરજી મુકતા ચોથા એડીશનલ સેશન્સ જજની કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી છે.

શહેરા તાલુકાના છોગાળા ગામના આરોપી મહેશકુમાર ઉર્ફે લાલો પર્વતભાઇ પટેલીયાએ તા.૦૨/૧/૨૦૨૫ના રોજ રસ્તા ઉપરથી સગીરાને પકડીને ખેંચીને રોડ સાઈડમાં ખેંચી જઈને છેડછાડ કરી હતી. આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે તપાસ બાદ ચાર્જશીટ કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. ચાર્જશીટ બાદ આરોપી મહેશકુમાર ઉર્ફે લાલો પર્વતભાઇ પટેલીયાએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી રજુ કરી હતી. આ જામીન અરજી ચોથા એડીશનલ ડીસ્ટ્રીકટ જજ આર.જે.પટેલની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની વિગતવાર દલીલો કરતાં દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નામંજુર કરવામાં આવી છે.