શહેરા તાલુકાના સગીરાને મોરવા(હ)ના કુવાઝરનો અરાોપી પ્રેમસંબંધ રાખી અપહરણ કરી લગ્નની લાલચ આપી શારીરિક શોષ કર્યું હતું. શહેરા પોલીસમ થકે ફરિયાદ નોંધાતા આરોપીને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આરોપીએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકતા કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી છે.
મોરવા(હ) તાલુકાના કુવાઝર ગામે રહેતા આરોપી વિપુલકુમાર રતીલાલ પટેલ એ શહેરા તાલુકાના એક ગામની સગીર સાથે પ્રેમ સંબંધ રાખ્યો હતો અને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યુંુ હતું. આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંેધાતા આરોપીને ઝડપી પાડી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. આરોપી વિપુલકુમાર રતીલાલ પટેલ એ રેગ્યુલર જામીન માટે કોર્ટમાં અરજી મુકી હતી. આ રેગ્યુલર જામીન અરજી ચોથા એડીશનલ સેશન્સ જજ આર.જે.પટેલની કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારી વકીલ રાકેશ એસ. ઠાકોર એ વિગતવાર દલીલો કરી હતી. દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામાં આવી હતી.